સાબરકાંઠાના સોલાર પ્લાન્ટમા આગ, કોઇ જાનહાની નહીં - gujarati news
સાબરકાંઠા: આજે સાબરકાંઠાના ઇડરના નેત્રામલી પાસે આવેલી ખાનગી સોલાર પ્લાન્ટમાં ભીષણ આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે કોઈ જાનહાની વિના આગને કાબુમાં મેળવી લેવાઈ છે.
સાબરકાંઠાના સોલાર પ્લાન્ટમા લાગી ભીષણ આગ, આગ પર કાબુ મેળવાયો
સાબરકાંઠાના ઇડરના નેત્રામલી પાસે ખાનગી સોલાર પ્લાન્ટ આવેલો છે. જેમાં આજે સવારે અચાનક આગ લાગતા આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી સર્જાઇ હતી. જોકે ખાનગી સોલાર પ્લાન્ટમા જોતજોતામાં આગે વિકરાર સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્યાર બાદ સમયસુચકતાને પગલે મોટી જાનહાની ટળી હતી. આગ લાગવાની વિગતો મળતા ઇડર ફાયર ટિમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો. આગના સ્થળે ઇડર ફાયર ફાયટરની ત્રણ ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે આગ પર કાબુ મેળવ્યો હતો.