સાબરકાંઠા:એક તરફ કૃષિમાં ગુજરાત નંબર વન હોવાની વાતો થઈ રહી છે તો બીજી તરફ આજની તારીખે પણ કપાસ પકાવનારા ખેડૂતો માટે ભાવની પળોજણ યથાવત (farmers not getting affordable prices of cotton) છે. સાબરકાંઠાના વડાલીના જેતપુર કંપાના ખેડૂતે કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા પોતાનો સંપૂર્ણ પાક સળગાવી દેવા માટે વહીવટી તંત્ર સહિત સરકારને રજૂઆત કરી (altimetam to burn cotton at sabarkatha) છે. જેના પગલે સાબરકાંઠા જિલ્લામાં ભારે ખળભળાટ સર્જાયો (altimetam to burn cotton at sabarkatha) છે.
સંપૂર્ણ પાક સળગાવી દેવાની ચીમકી:સાબરકાંઠાના વડાલીના જેતપુર કંપાના રાજુભાઈ પટેલ નામના ખેડૂતે (raju patel farmer of sabarkatha) વડાલી મામલતદાર સહિત સાબરકાંઠા જિલ્લા કલેકટરની પોતાનો મહામૂલો કપાસનો પાક સરકારી કચેરી આગળ સળગાવી દેવાની લેખિત રજૂઆત કરતા જિલ્લામાં ભારે ખળભળાટ વ્યાપ્યો (written presentation to collector and mamalatdar) છે. જો કે આ મામલે ખેડૂતની રૂબરૂ મુલાકાત લેતા તેમને આ મામલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની ભાવ લક્ષી પોલિસી દર વખતે અલગ અલગ હોય છે. હાલના તબક્કે મગફળીના ભાવ કરતા કપાસના ભાવ ગગડી જતા જેતપુર કંપા વિસ્તારમાં ખેડૂતો ભારે રોષે ભરાયા છે. જેના પગલે જેતપુર કંપાસના સ્થાનિક ખેડૂત રાજુભાઈ પટેલે આજે રજીસ્ટર પોસ્ટથી ગુજરાત સરકાર સહિત વડાલી અને સાબરકાંઠા જિલ્લા કલેકટર કચેરીને તાત્કાલિક ધોરણે કપાસનો મહામૂલો પાક સળગાવી દેવાની પરમિશન માગી છે.
આ પણ વાંચોબજેટ 2023-24: સરકારે તૈયારીઓ શરૂ કરી, નાણાપ્રધાને ખાતરી આપી કે દેવુ ઘટશે