જિલ્લાની ઇડર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર-7 માં રેલવે સ્ટેશન વિસ્તારમાં છેલ્લા દોઢ માસથી RCC રોડ બની રહ્યા છે. જો કે ગોકળ ગતિએ ચાલતુ આ કામ શરૂ કરાયા બાદ બંધ કરી દેવાયું છે. જેના પગલે સ્થાનિકોને ભારે હાડમારીનો સામનો કરવો પડે છે. એક તરફ રોજિંદા કામ માટે અવર-જવર કરવામાં મુશ્કેલી સર્જાઇ રહી છે. તો બીજી તરફ પાલિકા દ્વારા આ મુદ્દે કોઈ ધ્યાન ન દોરવાતા હજુ સુધી રોડનું કામ બંધ હાલતમાં છે.
ઇડરમાં તંત્રના કારણે વૃદ્ધાએ જીવ ગુમાવ્યો, મહિલાઓએ પાલિકા પહોંચી હોબાળો મચાવ્યો
સાબરકાંઠાઃ જિલ્લાના ઇડરમાં તંત્રના કારણે એક વૃદ્ધાએ જીવ ગુમાવતા મંગળવારે ઇડર નગરપાલિકામાં સ્થાનિક મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો. જોકે સ્થિતિ વણસે તે પહેલા વહીવટી તંત્રએ પોતાની ભૂલ ન હોવાની વાત કરી હતી.
Idar
સ્થાનિકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. જે દરમિયાન સોમવારે એક વૃદ્ધ મહિલા રોડ બનાવવા માટે બનાવેલા ખાડામાં પડી જતાં મૃત્યુ થયું હતું. જેના પગલે સ્થાનિકોમાં ભારે વિરોધનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાના પગલે સ્થાનિક વિસ્તારની મહિલાઓએ નગરપાલિકા ખાતે હોબાળો મચાવ્યો હતો. નગરપાલિકાના ચીફ ઓફિસર આ મુદ્દે તાત્કાલિક ધોરણે કામ શરૂ કરવાની ખાત્રી આપતાં મામલો સમેટાયો હતો. જો કે આગામી સમયમાં આ મુદ્દે સમગ્ર વિસ્તારમાં બારે હંગામો સર્જાય તો નવાઈ નહીં.