ગુજરાત

gujarat

ETV Bharat / state

24 કલાક બાદ પણ ભટેલાના જંગલમાં ફેલાઈ રહી છે આગ, કિંમતી વૃક્ષો ખાખ

સાબરકાંઠાઃ જિલ્લાના વિજયનગર તાલુકાના ભટેલા ગામ પાસેના જંગલ વિસ્તારમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા સ્થાનિક વિસ્તારમાં વનરાજી બળીને ખાખ થઈ જતા વનપ્રેમીઓમાં ભારે નિરાશા વ્યાપી હતી.

By

Published : May 7, 2019, 9:05 PM IST

ભટેલાના જંગલ વિસ્તારમાં આગ લાગતા વનરાજી બળીને ખાખ

સાબરકાંઠાના વિજયનગર તાલુકાના ભટેલા ગામે અચાનક ભયંકર આગ લાગતા જંગલમાં રહેલી વિવિધ વનસ્પતિઓ સહિત સાગ, ટિમરું જેવા અનેક ઝાડ બળીને ખાખ થઈ ગયા છે. મળતી માહિતી મુજબ, સૌથી વધુ નુકસાન જાહેર રસ્તા નજીક આવેલા કિંમતી વૃક્ષો અને પક્ષીઓ સહીત જંગલી પ્રાણી બળીને ખાખ થઈ ગયા છે.

24 કલાક બાદ પણ ભટેલાના જંગલમાં ફેલાઈ રહી છે આગ, કિંમતી વૃક્ષો ખાખ

જો કે, ભટેલા ગામે જંગલોમાં આગ લાગી હોવા છતાં ત્યારે ફોરેસ્ટ તંત્ર ઉંઘમાં હોય તેવો ઘાટ સર્જાયો છે. આગ લાગ્યાના 24 કલાક બાદ પણ હજી પણ આગ કાબૂમાં આવી નથી. તેમજ આગ હજુ વધુ ફેલાતા એકસાથે 2 કિલોમીટરના વિસ્તારમાં ફેલાઈ છે અને આસપાસના વિસ્તારોમાં ધુમાડા સહિત આગની જ્વાળાઓ વધતા સ્થાનિક લોકોમાં ભય સહિત વન વિભાગ પ્રત્યે ભારે રોષ ફેલાયો હતો.

ABOUT THE AUTHOR

...view details