- સાબરકાંઠા કોંગ્રેસ જિલ્લા પ્રમુખે કલેક્ટરને આપ્યું આવેદન
- ઇન્જેક્શન,ઑક્સિજન સહિતની કરાઇ માગ
- જિલ્લામાં કોરોના સંક્રમણ અટકાવવા માટે રજૂઆત
સાબરકાંઠાઃ સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે,અત્યારે શાસક પક્ષની સાથે વિપક્ષે પણ હવે વિવિધ માર્ગો સાથે તંત્ર પાસે ઇન્જેક્શન અને ઓક્સિજન બેડ તેમજ રેપીડ ટેસ્ટની કીટોની માગ કરી છે
સાબરકાંઠા સિવિલ હોસ્પિટલમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું રેમડેસીવીર, ઑક્સિજનની માગને લઇ આવેદન પત્ર આ પણ વાંચોઃઓક્સિજનની રિફીલિંગ માટે જોધપુરથી બે ખાલી ટેન્કર જામનગર મોકલાયા
સાબરકાંઠામાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાનું સંક્રમણ વ્યાપક રીતે વધી રહ્યું છે તેમજ દિન-પ્રતિદિન 1000થી વધારે લોકોમાં કોરોના સંક્રમિત થઈ રહ્યો છે. ત્યારે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેશ પટેલ દ્વારા સાબરકાંઠા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી વિવિધ માગણીઓ કરવામાં આવી છે. જે અંતર્ગત કોરોનાના મામલે પાયાનું ઇન્જેક્શન બની ચૂકેલા રેમડેસીવીર સહિત ઓક્સિજન બેડ અને કોરોનાની તપાસ માટે રેપિડ કીટની તાત્કાલિક માગણી કરાઈ છે.
આ પણ વાંચોઃપાટણના ધારાસભ્યએ રેમડેસીવીર ઇન્જેક્શનના જથ્થા માટે 10 લાખ ફાળવ્યા
કોંગ્રેસ જિલ્લા પ્રમુખે આપેલા આવેદનપત્ર માં કરાઈ માગ
સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેશ પટેલે શનિવારે આવેદનપત્ર આપી સાબરકાંઠા જિલ્લા કલેક્ટર પાસે વિવિધ માગણીઓ કરી છે. જેમાં કોરોના માટે અકસીર સાબિત થઇ રહેલા ઇન્જેક્શન, કોરોનાની તપાસ માટે રેપિડ કીટ તેમજ કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે ઓક્સિજનની સુવિધા સાથેના બેડની વિશેષ માગ કરવામાં આવી છે. સાથે પોતાની માગણીઓને ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચાડવાની પણ રજૂઆત કરાઇ છે.