સુરત: એ.કે.રોડ પર આવેલી સોસાયટીનો કોમન પ્લોટ બિલ્ડર દ્વારા અન્યને વેચી નાખવામાં આવતા કબ્જો લેવા માટે આવેલા પ્લોટ માલિકના માણસો અને સોસાયટીવાસીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે દરમ્યાન પોલીસ બોલાવતા ઘર્ષણ થયું હતું. સ્થાનિક સોસાયટીની મહિલાઓ, પુરુષો સાથે પોલીસ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું હતું. જે ફરિયાદ લઈ સોસાયટીના લોકો પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી.
સુરતમાં કોમન પ્લોટ મામલે વિવાદ: પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ
એ.કે.રોડ પર આવેલી સોસાયટીનો કોમન પ્લોટ બિલ્ડર દ્વારા અન્યને વેચી નાખવામાં આવતા કબ્જો લેવા માટે આવેલા પ્લોટ માલિકના માણસો અને સોસાયટીવાસીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે દરમિયાન પોલીસ બોલાવતા ઘર્ષણના જોવા મળ્યા હતા. સ્થાનિક સોસાયટીની મહિલાઓ, પુરુષો સાથે પોલીસ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું હતું. જે ફરિયાદ લઈ સોસાયટીના લોકો પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી.
જે દરમિયાન સ્થાનિક સોસાયટી અને માલિકીના માણસો વચ્ચે ઉગ્ર બોલાચાલ બાદ મામલો વધુ વણસ્યો હતો. જ્યાં પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. જે દરમિયાન મામલો થાળે પાડવા વચ્ચે પડેલી પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે રીતસર ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા. જગ્યા પર કબ્જો જમાવવા આવેલા બિલ્ડરને રોકવા ગયેલા સોસાયટીના લોકો સાથે પોલીસે ગેરવર્તન કર્યું હોવાના આક્ષેપ મહિલાઓએ કર્યા હતા. જ્યાં મહિલાઓ અને પુરૂષોને પણ માર મારી ઘસડ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. જે ફરિયાદ લઈ સોસાયટીવાસીઓ પોલીસ કમિશ્નર કચેરી ખાતે પહોંચ્યા હતા. પોલીસ કમિશ્નરને રૂબરૂમાં મળી આ અંગે રજૂઆત કરતા તેમને યોગ્ય તપાસ કરાવવાની ખાતરી આપી હતી.