'યોગ' ભારતની પ્રાચીન પરંપરાની વિશ્વને આપેલી અદ્ભુત, અદ્વિતીય અને અતુલનીય ભેટ છે. યોગ માત્ર અભ્યાસ જ નથી, એક જીવનશૈલી પણ છે. 21 જુન એટલે "આંતરરાષ્ટ્રીય યોગ દિવસ" સમગ્ર વિશ્વએ યોગ દિવસની ઉજવણી કરી હતી. ત્યારે સાબરકાંઠાના ઈડર શહેરમાં આવેલ ઇડર ગઢ કે, જે ગુજરાતનો અમૂલ્ય વારસો છે તેમાં પણ "વિશ્વ યોગ દિવસ"ની ઉજવણી ઐતિહાસિક ઈડરીયા ગઢ ઉપર કરવામાં આવી હતી.
ઐતિહાસિક 'ઇડર ગઢ' પર વિશ્વ યોગ દિવસની કરાઈ ઉજવણી
સાબરકાંઠાઃ વિશ્વમાં 21 જૂને યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સાબરકાંઠા જિલ્લાનું પ્રખ્યાત ઇડરના જગવિખ્યાત ઐતિહાસિક 'ઇડર ગઢ' પર પાંચમા આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઊજવણી કરાઈ હતી. આ તે જ ઇડર ગઢ છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તપશ્ચર્યા કરી હતી.
'ઇડર ગઢ' પર વિશ્વ યોગ દિવસની કરાઈ ઉજવણી
આ કાર્યક્રમમાં ખાતાકીય અધિકારીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ,વિદ્યાર્થીઓ સહિત મોટા ભાગના નગરજનો સહીત 65 જેટલા લોકો જોડાયા હતા. કાર્યક્રમમાં જોડાયેલ તમામ લોકોએ યોગ કરી આ દિવસની ઉજવણી કરી હતી. ઇડર ગઢ એ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરેલી તપચર્યાની જગ્યા છે. નરેન્દ્ર મોદી પોતાના જીવન કાળ દરમિયાન અહીંની ગુફાઓમાં વિતાવેલી ક્ષણો ઇડર વાસીઓને યાદ અપાવે છે.