ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાને જોડતા પુલમાં ગાબડું, સમારકામ હાથ ધરાયું

સાબરકાંઠા: જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં પુરની સ્થિતી સર્જાઇ છે. જેના પગલે સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાને જોડતા એકમાત્ર પુલ ઉપર ગાબડું પડ્યું છે. વહીવટી તંત્રને જાણ થતાં જ તે હંગામી ધોરણે ઘટના સ્થળ પર પહોંચી ગયું હતું.

By

Published : Aug 12, 2019, 5:39 AM IST

સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાને જોડતા પુલમાં ગાબડું, વહીવટી તંત્ર ઘટના સ્થળે

સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાને જોડતા એકમાત્ર પુલ ઉપર ભારે વરસાદને કારણે ગાબડું પડ્યું હતું. સાબરમતીમાં ઘોડાપુર જેવી સ્થિતી સર્જાઇ છે. સ્થાનિક મહેસાણા અધિકારીનો દાવો છે કે, બ્રિજના એક બાજુના ભાગ પર માટીના ધોવાણના લીધે ગાબડું સર્જાયું છે. હાલ ગાબડું પુરવાનો પ્રયાસ કરાયો છે. પરંતુ આગામી સમયમાં કેટલું ટકી શકે તે તો સમય જ બતાવશે.

સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાને જોડતા પુલમાં ગાબડું, વહીવટી તંત્ર ઘટના સ્થળે

વાહનવ્યવહારમાં બે જિલ્લાઓ વચ્ચે સેતુ જેવું કામ કરતા બ્રિજને નવ નિર્માણની જરુર છે. આગામી સમયમાં મોટી દુર્ધટના ન સર્જાય તે માટે પણ નવ નિર્માણ જરુરી છે. હાલ તો સરકારી તંત્ર તેના સમારકામાં વ્યસ્ત છે. પરંતુ નજીકના ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાય તો નવાઇ નહીં.

ABOUT THE AUTHOR

...view details