ગુજરાત

gujarat

ETV Bharat / state

એક મિત્રને બચાવવા અન્ય મિત્રોએ મગર સાથે પણ લડી લીધું! - gunbhakhari

સાબરકાંઠાઃ ગુણભાખરી નદીમાં ન્હાવા પડેલા કિશોરનો પગ મગરે ખેંચી લીધો હતો. પોતાના બચાવમાં બુમાબુમ કરતા તેના મિત્રો આવી ગયા હતાં. મગરને પથ્થરો મારી તેને બચાવી લેવાયો હતો. પરંતુ આ ઘટનામાં કિશોર ચંદુના જમણા પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી. તેને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો.

સાબરકાંઠા

By

Published : May 14, 2019, 9:38 PM IST

સાબરકાંઠા જિલ્લામાં ગુણભાખરી ગામ આવેલું છે. આ ગામનો 14 વર્ષિય ચંદુ ગમાર તેના કુકડી ગામના મિત્રો સાથે સાબરમતીમાં ન્હાવા ગયો હતો. બધા મિત્રો બપોરની આકરી ગરમીમાં ન્હાવાની મજા માણી રહ્યા હતાં. એ જ સમયે મહાકાય મગરે ચંદુ ઉપર તરાપ મારી હતી. જમણો પગ મગરનાં જડબામાં આવી જતા મગર તેને નદીના ઉંડા પાણીમાં ખેંચી રહ્યો હતો. ચંદુએ પોતાનો જીવ બચાવવા બુમાબુમ કરી હતી.

એક મિત્રને બચાવવા અન્ય મિત્રોએ મગર સાથે પણ લડી લીધું!

બચાવમાં આવી ગયેલા જયંતિ ગમાર, કપીલ ગમાર,વનરાજ ગમાર અને સાકા ગમારે મગર પર પથ્થર મારી મહામહેનતે ચંદુનો પગ મગરનાં મોં માંથી બચાવ્યો હતો. આ ઘટનામાં ચંદુનો જીવ તો બચી ગયો હતો, પરંતુ તેનો જમણા પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી.

ઘાયલ ચંદુને નદીની બહાર ખેંચી લાવી 108 ઈમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી. તેને ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી હિમતનગર સિવિલમાં ખસેડાયો હતો. પરંતુ ચંદુને વધુ સારવારની જરુર હોવાથી અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details