પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત દેશના ગરીબ પરિવારોને પોતાનું ઘર મળી રહે તે માટે સરકાર દ્વારા ખાસ સહાય આપવામાં આવે છે. પરંતુ ડીસા શહેરના કાપડીવાસ વિસ્તારમાં આ યોજનાનો લાભ મેળવવાથી 20 જેટલા પરિવારો વંચિત રહી ગયા છે. છેલ્લા ત્રણ વર્ષથી તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજના માટે અરજીઓ કરેલી છે. આ વિસ્તારમાં કેટલાક લોકો માટે સહાય મંજૂર થઈ ચૂકી છે. પરંતુ બાકીના લોકોને હજુ સુધી સહાય મળી નથી.
ડીસામાં 3 વર્ષ ધક્કે ચઢ્યા બાદ પણ લોકો પ્રધાનમંત્રી આવાસના લાભથી વંચિત!
બનાસકાંઠાઃ ડીસા શહેરમાં આવેલા કાપડી વાસ વિસ્તારના રહીશો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મેળવવાથી વંચિત રહી ગયા છે. ડીસા નગરપાલિકા કચેરી ખાતે પહોંચી ગયા હતા અને યોજનાનો લાભ ઝડપથી મળી રહે તેવી માંગ કરી હતી.
ડીસામાં આવાસ યોજનાથી વંચિત લાભાર્થીઓ
ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યુ હતું. પ્રધાનમંત્રી આવાસ યોજના આ લાભાર્થીઓને ટી.પી.નો સર્વે કરવાનો બાકી રહી ગયો હોવાના લીધે લાભ મળી શક્યો નથી. પરંતુ સ્થાનિકોની રજૂઆત બાદ ઉપલા લેવલે આ બાબતે ધ્યાન દોરીને લાભાર્થીઓને ઝડપથી લાભ મળી રહે તે દિશામાં પ્રયાસ કરવામાં આવશે.