- કોરોના કાળમાં ઔષધિય ઉકાળાની અસર કારગત નિવડી
- ઔષધિ બાગથી ઉકાળા બનાવી કોરોના ઉપર વિજય મેળવ્યો
- ભારતની પ્રાચીન પરંપરાની અનુસરવા અપીલ કરી
સાબરકાંઠા: સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીનો હાહાકાર વ્યાપ્યો છે. દિન-પ્રતિદિન હજારો લોકો કોરોના વાઈરસથી સંક્રમિત થઈ રહ્યા છે તેમજ કેટલાયે લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે સાબરકાંઠાના ઇડરના કમલપુર ગામે છેલ્લા કેટલાક વર્ષથી પ્રાથમિક શાળામાં વિવિધ ઔષધિઓ ઉછેરવામાં આવી છે. જેનો ઉપયોગ હાલમાં કોરોના મહામારીને ટાળવા માટે કરાઇ રહ્યો છે. ગામમાં તમામ લોકો હાલમાં પ્રાથમિક શાળામાં વિવિધ 50થી વધારે ઔષધોનો ઉપયોગ કરી કોરોના મહામારી ઉપર કાબૂ મેળવી શક્યા છે. ગુજરાતના મોટાભાગના ગામડાઓમાં કોરોના મહામારીને પગલે કેટલાયે લોકો મોતને ભેટી ચૂક્યા છે.
આ પણ વાંચો: આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરી દ્રાવણયુક્ત 50 હજાર માસ્કનું નિઃશુલ્ક વિતરણ કરાશે
બીજી લહેરમાં એક પણ ગ્રામજનને કોરોના સંક્રમણ લાગી શક્યો નથી
હાલમાં પણ કેટલાય લોકો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. ત્યારે ઇડરના કમલપુર ગામે કોઈપણ વ્યક્તિનું મૃત્યુ કોરોના વાઈરસથી થયું નથી. તેમજ ગામમાં આવેલા કેટલાક કોરોના પોઝિટિવ કેસ અન્ય બહારના લોકો સાથે સંક્રમણ થયાના પગલે આવ્યા છે. જો કે સ્થાનિકોનું માનીએ તો કોરોના વાઈરસ ઉપર પ્રાથમિક શાળામાંથી મળતી ઔષધિયો તેમજ તેનો ઉકાળો કારગત સાબિત થયો છે. જેના પગલે સ્થાનિક વિસ્તારમાં કોરોના સંક્રમણ ઘટાડવામાં સફળતા મળી રહી છે. કમાલપુર ગામમાં હાલમાં એક પણ વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ નથી તેમજ કોરોનાની બીજી લહેરમાં એક પણ ગ્રામજનને કોરોના સંક્રમણ લાગી શક્યો નથી. જેમાં મુખ્યત્વે પ્રાથમિક શાળામાં બનાવાયેલા ઔષધિય બાગને પગલે કોરોના મહામારી સામે અડીખમ ટકી રહ્યું છે.
એક બાળ એક ઝાડથી ઔષધિબાગનો ઉદય