સાબરકાંઠાઃ જિલ્લામાં સેવાભાવી સંસ્થાઓ સેવાની સરવાણી વહાવી રહી છે, ત્યારે હિંમતનગરના સ્વામીનારાયણ સંપ્રદાય તરફથી હિંમતનગર શહેરમાં છૂટક મજૂરી કરતા જરૂરીયાતમંદ 200 પરીવારને શાકભાજી કિટસ કલેકટર સી.જે.પટેલના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જિલ્લામાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરીવાર તેમજ ડાંગરેજી મહરાજ સેવાભાવી સંસ્થાઓ દ્વારા જરૂરીયાતમંદ પરીવારો જીવન જરૂરીયાત ચીજવસ્તુઓના કિટ્સનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે.
BAPS અને VHPએ 200 પરિવારોને શાકભાજીની કીટ વિતરણ કરી - સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર
સાબરકાંઠા જિલ્લામાં કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા તેમજ તકેદારીના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લામાં આરોગ્ય સજ્જતાથી લઇ જરૂરીયાતમંદ લોકોને સહાય વિતરણ કરવામાં આવી રહી છે. જેમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 200 જેટલા પરિવારોને શાકભાજી કીટ વિતરણ કરવામાં આવી હતી
BAPS અને VHPએ 200 પરિવારોને શાકભાજીની કીટ વિતરણ કરી
જોકે વિવિધ સહાયની વચ્ચે હજુ પણ સાબરકાંઠા જિલ્લામાં કેટલાક લોકો વિવિધ સહાયની રાહ જોઈ રહ્યા છે, ત્યારે આગામી સમયમાં આવા લોકોને સહાય પ્રાપ્ત થાય તે જરૂરી છે.