ગુજરાત

gujarat

ETV Bharat / state

હિંમતનગરમાં એક ડમ્પરમાં અચાનક લાગી આગ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબૂ - FIRE IN TRUCK

સાબરકાંઠાના હિંમતનગરમાં આજે વહેલી સવારે અચાનક એક ડમ્પરમાં આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ હતી. જો કે ફાયર ફાઈટર તેમજ પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ આદર્યો હતો.

A fire broke out in Himmatnagar
A fire broke out in Himmatnagar

By

Published : Jan 27, 2021, 1:09 PM IST

  • એનર્જી સર્કલ પાસે અકસ્માતે આગ લાગતા અફરાતફરી
  • આગ લાગવાનું કારણ અકબંધ
  • ફાયર ફાઈટરે આગ ઉપર કાબૂ મેળવ્યો

હિંમતનગર: છેલ્લા કેટલાક સમયથી હિંમતનગર સાબરકાંઠા જિલ્લામાં આગ લાગવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં એનજી સર્કલ પાસે પાર્ક કરેલા ડમ્પરમાં આગ લાગી હતી. આગના પગલે ધૂમાડાના ગોટેગોટા સર્જાતા સ્થાનિક વિસ્તારમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. જો કે ફાયર ફાઈટરોએ આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો.

સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો

સાબરકાંઠાના હિંમતનગરમાં આજે વહેલી સવારે આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં એનજી સર્કલ પાસે એક ડમ્પરમાં આગ લાગતાં સમગ્ર વિસ્તારમાં ભારે ગભરાટ સર્જાયો હતો. આગનું કારણ હજુ અકબંધ છે. જો કે, ઘટનાસ્થળે ફાઈટર તેમજ પોલીસ દોડી જતા આગને અટકાવી દેવામાં આવી હતી. આગ પર પાણીનો મારો ચલાવી આગને પણ કાબૂ કરી લેવાઇ હતી. હજુ સુધી કોઈ જાનમાલનું નુકસાન થયાનું સામે આવ્યું નથી.

હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં એનજી સર્કલ પાસે પાર્ક કરેલા ડમ્પરમાં આગ લાગી

આગ લાગવાનું કારણ અકબંધ

હિંમતનગરના મહેતાપુરામાં છેલ્લા કેટલાક સમયથી આગ લાગવાના બનાવો વધી રહ્યા છે. જોકે આજે વહેલી સવારે ડમ્પરમાં આગ લાગતા સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. ત્યારે હિંમતનગર નગરપાલિકા અંતર્ગત ફાયર ફાઈટરની જાણ કરતા ફાયર ફાઈટરો ઘટનાસ્થળે દોડી જઇ આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો. તેમાં વધતી જતી આગને પણ કાબૂ કરી લેવાઈ હતી. સામાન્ય સંજોગોમાં આગ લાગવા પાછળનું સૌથી મોટું કારણ શોટ સર્કિટ હોય છે. એક સાથે લાગેલી આગ અચાનક વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં આસપાસના વિસ્તારોમાં પણ ગભરાટ ફેલાયો હતો. કયા કારણસર આગ લાગી તે હજુ સુધી અકબંધ રહેવા પામ્યું છે. જો કે દિન પ્રતિદિન વધતી જતી આગની ઘટનાઓ સામે પણ વહીવટીતંત્રને હવે જાગવાની જરૂર છે.

ABOUT THE AUTHOR

...view details