ગુજરાત

gujarat

ETV Bharat / state

હિંમતનગરમાં માસ્ક ન પહેરનાર અને જાહેરમાં થુંકનાર પાસેથી 8300નો દંડ વસૂલાયો

કોરોના મહામારી સામે હિંમતનગર નગરપાલિકા દ્રારા રૂપિયા 8300નો દંડ વસૂલાયો છે. જેમાં માસ્ક ન પહેરનારા 33 લોકો અને જાહેરમાં થુંકનારા 33 લોકો દંડાયા છે.

ો
હિંમતનગરમાં માસ્ક ન પહેરનાર અને જાહેરમાં થુંકનાર પાસેથી 8300નો દંડ વસૂલાયો

By

Published : May 25, 2020, 8:54 PM IST

હિંમતનગરઃ હિંમતનગર નગરપાલિકા દ્રારા કોરોના વાઈરસના સંક્ર્મણને રોકવા માટે તકેદારીના ભાગરૂપે નગરપાલિકા વિસ્તારમાં જાહેરમાં થુંકવા તેમજ માસ્ક ના પહેરવા માટે દંડની જોગવાઇ કરવામાં આવી છે. જે અનુસાર હિંમતનગરમાં નાગરપાલિકા દ્રારા 66 લોકો પાસેથી 8300 રૂપિયાનો દંડ વસુલાયો છે.

સાબરકાંઠા જિલ્લામાં માસ્ક ફરજીયાત છે અને માસ્ક ન પહેરનાર પાસેથી રૂ. 200 વસુલવાની દંડની જોગવાઇ છે. હાલ કોરોના વાઈરસના સંક્ર્મણનો ફેલાવો રોકવાનો સૌથી ઉત્તમ ઉપાય માસ્ક પહેરવુ અને વારંવાર સાબુથી હાથ ધોવા તેમજ સ્વચ્છતા રાખવી જેવા ઉપાયો જરૂરી બન્યા છે. નગરપાલિકા વિસ્તારમાં માસ્ક ન પહેરનાર 33 લોકો પાસેથી 6600 રૂ. અને જાહેરમાં થુંકનાર 33 લોકો પાસેથી 1700 રૂ. દંડ વસૂલાયો હતો.

હિંમતનગર નગરપાલિકા દ્રારા કોરોનાના સંક્ર્મણને રોકવા માટે માસ્ક ન પહેરનાર અને જાહેરમાં થુકનાર લોકોને કડકાઇથી દંડ વસૂલવામાં આવે છે.જોકે આ મામલે તંત્ર હજુ ઠોસ પગલાં ભરે તે જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details