- હિંમતનગરનો યુવાન પેરિસમાં સાયકલિંગમાં બનશે ભાગીદાર
- તાજેતરમાં 600 કિલોમીટર mi સાયકલિંગ 39 કલાકમાં પૂરી
- 1200 કિલોમીટર માટે કરે છે તૈયારી
હિંમતનગર: નીલ અરવિંદભાઈ બાળપણથી જ સાઈકલ નો શોખ ધરાવે છે તેમ જ હાલમાં જ ૬૦૦ કિલો મીટરની અલ્ટ્રા endurance ride નું ટાઇટલ પોતાના નામે કર્યું છે હાલમાં રોજના પાંચ કિલોમીટર સાઇકલિંગ કરે છે તેમજ સપ્તાહમાં એક વાર સો કિલોમીટર સુધી સાઈકલિંગ કરે છે જોકે તાજેતર માં નીલ અરવિંદભાઈ પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટી થી લઈ ગાંધીનગર સુધી સાઈકલિંગ કરી 600 કિલોમીટર નું અંતર 39 કલાકમાં કાપી રાજ્ય કક્ષાએ મેડલ હાંસલ કર્યો છે જેના પગલે સ્થાનિક વિસ્તારમાં પણ નીલ અરવિંદભાઈ પટેલ પ્રસિદ્ધિનું કારણ બન્યા છે જોકે તેની પાછળ સૌથી મહત્વનો બાદ તેમના પિતા અરવિંદભાઈ નું રહેલું છે તેમના પિતાનું માનવું છે કે ભગવાનની સૌથી મોટી દેન એ શરીર છે જો શરીર મજબૂત હોય તો પૈસા પાછળ દોડવાની જરૂરિયાત નથી પૈસા સામેથી આવશે અને શરીરને મજબૂત રાખવા માટે કસરત મહત્વનું પરિબળ છે ત્યારે કસરત માટે સાઇકલિંગ પાયાનું પરિબળ સાબિત થતું હોય છે જેના પગલે પિતાની પ્રેરણાની આધારે નીલ અરવિંદભાઈએ ભુજના પાંચ કિલોમીટર થી લઈ સપ્તાહમાં સો કિલોમીટર સુધી સાયકલિંગ ની શરૂઆત કર્યા પગલે આજે તેમની પ્રસિદ્ધિ પેરિસ સુધી પહોંચી છે. ત્યારે સાબરકાંઠાનું ગૌરવ આગામી સમયમાં પેરિસમાં યોજાનાર 1200 કિલોમીટરની સાયકલ સ્પર્ધામાં ભાગીદાર બનશે અને તેમના પિતાનું નામ હતું પેરિસમાં યોજાનારી આ સ્પર્ધામાં પણ તેમનો મેડલ નિશ્ચિત છે.
આ પણ વાંચો:મોરબીમાં 7થી 70 વર્ષના લોકો સાઇકલ રેલીમાં ઉમંગભેર જોડાયા
પિતાની પ્રેરણા બની આશા સમાન