- સાબરકાંઠામાં કોરોનાની થંભી વણઝાર
- સહયોગ કુષ્ઠ ટ્રસ્ટમાં 39 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ
- તાત્કાલિક ધોરણે સ્કૂલ બંધ કરવા આદેશ
સાબરકાંઠા: છેલ્લા કેટલાક સમયથી કોરોના મહામારી ઘટી હતી. જોકે, ચૂંટણીના માહોલ બાદ કોરોના વિસ્ફોટ સર્જાયો છે. જે અંતર્ગત હિંમતનગર નજીક આવેલા સહયોગ કુષ્ઠ ટ્રસ્ટના 39 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ સર્જાયો છે.
પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલ બંધ રાખવા આદેશ કરાયો
સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલા નેશનલ હાઈવે નંબર 8 ઉપર આવેલા સહયોગ કુષ્ઠ ટ્રસ્ટમાં અભ્યાસ કરતા 39 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જેમાં ધોરણ 6 થી 10 વિદ્યાર્થીઓનો ટેસ્ટ કરાતા 39 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જ્યારે એક રક્તપિત મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે અંતર્ગત 20 વિદ્યાર્થીની અને 19 વિદ્યાર્થીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. જોકે, આ મામલે તાત્કાલિક ધોરણે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલ બંધ રાખવા આદેશ કરાયો છે.
આ પણ વાંચો:બનાસકાંઠા જિલ્લામાં કોરોનાકાળમાં વિદ્યાર્થીઓની હાજરીમાં 10 ટકાનો ઘટાડો