રાજકોટઃ A ગ્રેડની ગણાતી ગોંડલની સિવિલ હોસ્પિટલમાં ખખડધજ એમ્બ્યુલન્સ અને તબીબોની લાંબા સમયથી ખાલી પડેલ જગ્યાઓ તાકીદે ભરવાં સાંસદ રમેશભાઈ ધડુકે આરોગ્ય તંત્રને રજૂઆત કરી છે.ગોંડલ પંથક માટે લાઇફલાઇન ગણાતી સિવિલ હોસ્પિટલ ખુદ માંદગીના ખાટલે હોય તેમ મહત્વનાં તબીબી સ્ટાફની જગ્યાઓ ખાલી તથા એમ્બ્યુલન્સ પણ ખખડધજ અવસ્થામાં છે.
ગોંડલની સિવિલ હોસ્પિટલ પણ માંદગીમાં, સારવાર માટે સાંસદની આરોગ્યપ્રધાનને રજૂઆત - ગોંડલ સિવિલ હોસ્પિટલ
A ગ્રેડની ગણાતી ગોંડલની સિવિલ હોસ્પિટલમાં ખખડધજ એમ્બ્યુલન્સ અને તબીબોની લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ તાકીદે ભરવાં સાંસદ રમેશભાઈ ધડુકે આરોગ્ય તંત્રને રજૂઆત કરી છે. ગોંડલ પંથક માટે લાઇફલાઇન ગણાતી સિવિલ હોસ્પિટલ ખુદ માંદગીના ખાટલે હોય તેમ મહત્વનાં તબીબી સ્ટાફની જગ્યાઓ ખાલી તથા એમ્બ્યુલન્સ પણ ખખડધજ અવસ્થામાં છે.
શિવમ ગૃપના દિનેશભાઇ માધડ દ્વારા સાંસદ રમેશભાઈ ધડુકને રજૂઆત કરાતાં સાંસદ ધડુક હોસ્પિટલ દોડી જઇ બદતર હાલત નિહાળી આરોગ્યપ્રધાન નિતીનભાઈ પટેલ ને રજૂઆત કરી જણાવ્યું હતું કે, એમ્બ્યુલન્સ ઘણાં સમયથી ખરાબ હાલતમાં છે. જેથી નવી એમ્બ્યુલન્સ ફાળવવી ઉપરાંત હોસ્પિટલમાં ફિઝિશ્યન, એનેસ્થેટીસ, ઇ.એન.ટી.સર્જન, રેડિયોલોજીસ્ટની જગ્યાઓ લાંબા સમયથી ખાલી પડેલી છે. જે તાકીદે તબીબોની નિમણુંક કરવી. સાંસદે જણાવ્યું કે, 84 ગામડાં ધરાવતા ગોંડલ પંથકમાં સિવિલ હોસ્પિટલ ખાસ કરીને મધ્યમવર્ગીય તથા ગરીબ પરીવારો માટે આધારસ્થંભ છે.