ધોરાજીમાં રાજ્ય સરકાર દ્વારા ટેકાનાં ભાવે મગફળી ખરીદી કરવા માટે ખેડૂતોને મેસેજ દ્વારા જાણકારી આપવામાં આવી હતી. જેને લઇને ખેડૂતો માર્કેટીંગ યાર્ડમાં વહેલી સવારથી પહોંચ્યાં હતાં, ત્યારે હાલ રાજયનાં હવામાન વિભાગ દ્વારા બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવેલી છે, તેમછતા ધોરાજી પૂરવઠા દ્વારા ખેડૂતોને મેસેજ દ્વારા જાણકારી આપીને બોલાવવામાં આવ્યા છે. જેથી ખેડૂતો પોતાની મગફળીઓ લઈને માર્કેટીંગ યાર્ડમાં વહેલી સવારથી પહોંચી ગયાં હતાં.
ધોરાજી માર્કેટીંગ યાર્ડમાં વરસાદમાં મગફળી પલળી જાય તો જવાબદારી કોની?
રાજકોટ: ધોરાજીના માર્કેટીંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની કામગીરી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી હોવા છતા પણ ચાલુ રખાઇ છે. જેને લઇને હાજર ખેડૂતોમાં પ્રશ્ન ઉદ્ભવી રહ્યો હતો કે આ મગફળી વરસાદમાં પલળી જાય તો આ બગડેલા માલની જવાબદારી કોની???
ધોરાજી માર્કેટીંગ યાર્ડમાં વરસાદી પાણીમાં મગફળી પલળી જાય તો જવાબદારી કોની?
ધોરાજી તાલુકાનાં ખેડૂતોની મગફળી ખુલામાં પડી છે. જો કમોસમી વરસાદ પડે તો આ મગફળી પલળી જાય કે ખરાબ થઈ જાય તો તેમાં જવાબદારી કોની રહેશે તેવા અનેક સવાલ ખેડૂતોએ કર્યા હતાં.