રાજકોટ:રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા જે કંપનીના મિનરલ વોટર દુષિત હોવાના રિપોર્ટના પગલે રૂ. 23 લખાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. એ જ કંપનીની મિનરલ વોટરની બોટલો કોન્ફરન્સ હોલમાં બજેટની વિગતો માટે યોજાયેલી પ્રેસ કોન્ફ્રન્સમાં કમિશનર અમીત અરોરા સહિત ઉચ્ચ અધિકારીઓ અને મિડીયાને પાણી પીવા માટે આપવામાં આવી હતી. જે ચર્ચાનો વિષય બન્યા બાદ ફરી ફૂડ વિભાગ દ્વારા આ બન્ને કંપનીઓના ઉત્પાદન સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.
બન્ને કંપનીઓએ રૂ.23 લાખનો ફટકાર્યો હતો દંડ:મહાનગરપાલિકાની ફૂડ શાખાએ અગાઉ બીસ્વીન બેવરેજીસ અને મેક્સ બેવરેજીસ નામની મિનરલ વોટરના ઉત્પાદકોને ત્યાં દરોડા પાડીને મિનરલ વોટરના નમુના લીધા હતા. આમાં બીસ્વીન બીવરેજીસના મિનરલ વોટરમાં એરોબીક માઈક્રોબાયલ કાઉન્ટ વધુ આવતા પેઢીના ભાગીદારોને રૂ. 15 લાખ અને મેક્સ બેવરેજીસના મિનરલ વોટરમાં યીસ્ટ અને મોલ્ડ કાઉન્ટ તથા એરોબિક માઈક્રોબાયલ કાઉન્ટ વધુ પ્રમાણમાં મળી આવતા રૂ. 8 લાખનો દંડ ફટકારાયો હતો. આ બન્ને પેઢીને તા. 24મીએ દંડનો હુકમ કરાયો હતો. ત્યારબાદ ફરી મનપા દ્વારા તા. 27મીએ ફરીથી બન્ને પેઢીમાંથી ફરીથી મિનરલ વોટરના નમુના લેવાયા હતા. જ્યારે મહાનગરપાલિકામાં આ બન્ને કંપનીની જ પાણીની બોટલ બીજીવાર નમુના લેવાયાના ચાર જ દિવસમાં કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મિડીયા કર્મીઓને આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગના જવાબદાર અધિકારીની હાજરીમાં જ આપવામાં આવી હતી.
આ પણ વાંચોJMC Budget 2023: વર્ષ 2023-24ના ડ્રાફ્ટ બજેટ રજૂ, નવો 53 કરોડનો કરબોજ