હાલ ચોમાસાની શરૂઆત થઇ છે. ત્યારે, રંગીલા રાજકોટમાં પાણી માટે ચોમાસા દરમિયાન પણ રહેવાસી હેરાન થતા જોવા મળી રહ્યા છે. ચોમાસુ આવતા રાજકોટ તંત્ર દ્વારા જે તે ગામો અને શહેરના ભાગોળના વિસ્તારમાં પાણીના ટેન્કર આપવાનું બંધ કરવામાં આવ્યું છે. ત્યારે ટેન્કર બંધ કરવામાં આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.
રાજકોટમાં ચોમાસામાં પણ પાણી માટે પારાયણ, મહિલાઓએ કરી કલેક્ટરને રજુઆત
રાજકોટઃ શહેરમાં ચોમાસાની ઋતુ દરમિયાન પણ પાણી માટે શહેરીજનો હેરાન થતા હોવાની ઘટના સામે આવી છે. રાજકોટની ભોગોળે આવેલ સોસાયટીની સ્થાનિક મહિલાઓ રાજકોટ જિલ્લા કલેક્ટરને પાણીના ટેન્કર ચાલુ રાખવાની માગ સાથે દોડી આવી હતી. તેમજ કલેક્ટર કચેરી બહાર પાણી આપો, પાણી આપોના સૂત્રોચ્ચાર કર્યા હતા.
rjt
આ બાબતે મહિલાઓ જિલ્લા કલેક્ટરને ટેન્કર શરૂ રાખવા માટે રજુઆત કરી હતી. મહિલાઓએ ચીમકી પણ ઉચ્ચારી હતી કે જો તેમની માંગણી અંગે યોગ્ય નિર્ણય નહિં લેવાય તો આગામી દિવસોમાં પાણી માટે ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે.