ગુજરાત

gujarat

ETV Bharat / state

ગેહલોતમાં હિંમત હોય તો રાજસ્થાનમાં દારૂબંધી કરે: CM રૂપાણી - gujarat news

રાજકોટ: રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે, ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાય છે. જે બાદ ભાજપ કોંગ્રેસ એકબીજા પર શાબ્દિક પ્રહારો કર્યાં હતાં. જેના પર સોમવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી પ્રહાર કરતા કહ્યું હતું કે, અશોક ગેહલોતે સાડા છ કરોડ ગુજરાતીઓનું અપમાન કર્યું છે. ગુજરાત કોંગ્રેસને ક્યારે માફ નહી કરે.

CM

By

Published : Oct 8, 2019, 12:34 PM IST

આજે મુખ્યપ્રધાન વિજય રુપાણી રાજકોટની મુલાકાત લીધી હતી. CMએ પોતાના સ્વ. પુત્ર પુજીતના જન્મદિવસની ઝૂંપડપટ્ટીના બાળકો સાથે ઉજવણી કરી હતી. CM રૂપાણીએ બાળકોને પ્રોત્સાહિત કર્યાં હતાં. બાળકોને ફનવર્લ્ડમાં રાઈડોની મોજ કરાવી હતી. CM રૂપાણી સાથે તેમના પત્ની અંજિલ રૂપાણી પણ હાજર રહ્યાં હતાં. આ ટ્રસ્ટના ચેરમેન CM રૂપાણી છે. દર વર્ષે પુજીતના જન્મદિવસે આ કાર્યક્રમ યોજવામાં આવે છે.

ગેહલોતમાં હિંમત હોય તો, રાજસ્થાનમાં દારૂબંધી કરે: CM રૂપાણી

આ પણ વાંચો...રાજસ્થાન CMના વિવાદીત નિવેદન બાદ ગુજરાત ભાજપ મેદાને, કોંગ્રેસને પર આકરા પ્રહાર

અશોક ગેહલોતના નિવેદન પર CM રૂપાણીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, રાજસ્થાનના CMમાં હિંમત હોય તો દારૂબંધી કરી બતાવે. રાજસ્થાનમાં મહિલાઓ દારૂબંધીની માગ કરી રહી છે. જેથી ગેહલોત આવા બફાટ મારી રહ્યાં છે.

આ પણ વાંચો..ગેહલોતના નિવેદન પર CM રૂપાણીની પ્રતિક્રિયા કહ્યું- 6.5 કરોડ ગુજરાતીઓનું અપમાન

સોમવારે અશોક ગેહલોતના નિવેદન બાદ બંને રાજ્યોનું રાજકારણ ગરમાયું હતું. જેને લઇને ભાજપ કોંગ્રેસ એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details