રાજકોટ: શહેરના ગ્રામ્ય વિસ્તાર બાદ હવે શહેરી વિસ્તારમાં પશુઓમાં લમ્પી વાયરસે પગપેસારો કર્યો છે. રાજકોટના કેવડાવાડી અને રૈયાધારમાં 5 પશુમાં લમ્પી વાયરસ જોવા મળતા પશુપાલકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. અગાઉ કચ્છમાં પણ લમ્પી રોગ ગાયમાં જોવા મળ્યો હતો. માંડવી, અબડાસા અને લખપત તાલુકામાં છેલ્લા થોડા દિવસોથી ગાયોમાં લમ્પી (Disease in Cows in Kutch) નામનો રોગ ફેલાયો હતો. તેમજ ખેડૂતોનું કહેવું છે કે લમ્પી રોગથી ગાયોના મોત પણ થયા છે.
પશુઓને વેક્સિન આપવામાં આવી -લમ્પી વાયરસને લઇને પશુપાલન વિભાગ (Lumpy disease in cattle in Rajkot )દોડતું થયું છે અને રાજકોટ શહેરમાં પશુઓને આજથી જ વેક્સિન આપવાની શરૂઆત કરી છે. રાજકોટ શહેરમાં અંદાજે 20000 પશુને વેક્સિન આપવામાં(Rajkot Animal Health Centre) આવી રહી છે. જિલ્લા આરોગ્ય કેન્દ્ર દ્વારા આજથી વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી છે જેમાં લમ્પી વાયરસને લઇને પશુપાલકો પણ જાગૃત બની રહ્યા છે.
અગાઉ દ્વારકામાં પણ લમ્પી જોવા મળ્યો -દ્વારકા શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ સુધીમાં અંદાજે 300 ગાયો તથા નદીમાં લંપી વાયરસના કેસ નોંધાયા છે. દ્વારકા જિલ્લામાં આ વાયરસને કારણે 10થી 12 જેટલી ગાયોના મૃત્યું(Cow Disease in Dwarka) પણ થયા છે. આ દરમિયાન દ્વારકામાં બે સપ્તાહ પહેલા ટીવી ટેશન વિસ્તારમાંથી(Dwarka TV station) બે ગાય બીમાર હોવાની જાણ ગૌ સેવા સેવકોને કરવામાં આવી હતી.
ગાયના મોત પણ થયા -કચ્છ જિલ્લામાં માનવ વસ્તી કરતાં પશુધન વધારે છે. કચ્છ જિલ્લામાં 20 લાખ જેટલું પશુધન છે. માંડવી, અબડાસા અને લખપત તાલુકામાં છેલ્લા થોડા દિવસોથી ગાયોમાં લમ્પી (Disease in Cows in Kutch) નામનો રોગ ફેલાયો હતો. તેને કારણે ગાયોને શરીર પર ફોલ્લા થવા ઉપરાંત તાવ પણ આવે છે, તો ખેડૂતોનું કહેવું છે કે 400થી 500 ગાયોના મોત પણ થયા છે.
પશુપાલન વિભાગની ઇમર્જન્સી બેઠક -દેશમાં કોરોના બાદ હવે પશુઓમાં લમ્પી વાયરસનો પ્રવેશ થયો છે ત્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં સૌરાષ્ટ્ર ઝોનમાં પશુઓમાં લમ્પી વાયરસની અસરો (Lumpy Skin Disease) જોવા મળી છે. રાજકોટમાં પાંચ જેટલા લમ્પી વાયરસના કેસ(Spreading Lumpy Disease in Cows ) સામે આવ્યા છે, ત્યારે રાજ્ય સરકાર પણ તાત્કાલિક ધોરણે પશુપાલન વિભાગની ઇમર્જન્સી બેઠક બોલાવીને પશુઓમાં રસીકરણની (Vaccination against Lumpy virus) કાર્યવાહી તેજ કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે.
એક પ્રકારનો ચેપી રોગ -આ રોગનું નામ લમ્પી સ્કીન ડીસીઝ (Lumpy skin disease)છે. આ એક પ્રકારનો ચેપી રોગ છે જે માત્ર પશુમાં જોવા મળે છે. આ રોગ કેપ્રીપોક્ષ નામના વાયરસથી થાય છે. આ વાયરસ માખી, મચ્છર તેમજ પશુઓના( Lumpy virus)શરીર પર જોવા મળતા જૂ તથા ઇતરડીથી ફેલાય છે. વધુમાં આ રોગ પશુઓના સીધા સંપર્કથી પણ ફેલાય છે.