રાજકોટઃ હાલારી ગધેડાની પ્રજાતિ લુપ્ત થવા પર છે. જેને સાચવી રાખવા અને એનું જતન કરવા માટે એક સંસ્થા આગળ આવી છે. હાલના સમયમાં આ પ્રજાતિના ગધેડા લગભગ 400 આસપાસ હોવાનું જાણવા મળે છે. લુપ્ત થઈ રહેલી પ્રજાતિને સાચવવા અને તેમનું રક્ષણ કરવા માટે સરકાર તરફથી પણ પ્રયાસ શરૂ થયા છે. ગત વર્ષે ફેબ્રુઆરી મહિનામાં સૌ પ્રથમ વખત હાલારી ગધેડાનો શ્રીમંત પ્રસંગ યોજવામાં આવ્યો હતો. જેમાં હવે એને ત્યાં એક નાના બેબીનો જન્મ થયો છે.
Upleta News: માણસ તો ઠીક ગધેડાને ત્યાં બચ્ચાનો જન્મ થતા સેલિબ્રેશન કરાયું આ પણ વાંચોઃLetter of credit: 4200 ફેરિયાઓને મળી 6.72 કરોડની લોન, CMના હસ્તે એનાયત
મોટું સેલિબ્રેશનઃ જેની વધામણી કરવા માટે પશુ પ્રેમીઓ સહિત આખુ ગામ ભેગું થયું હતું. આ વાવડે સમગ્ર પંથકમાં એક કુતુહલતા ઊભી કરી છે. જન્મેલા ગધેડીના બચ્ચા એટલે કે ખોલકાને જોવા માટે પશુપાલકો તથા ગ્રામજનો આવી રહ્યા છે. સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના કોલકી ગામે ગધેડાના એક બચ્ચાનો જન્મ થયો હતો. જે રીતે માણસને ત્યાં કોઈ સંતાન આવે અને જે સેલિબ્રિશન થાય એવું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું.
Upleta News: માણસ તો ઠીક ગધેડાને ત્યાં બચ્ચાનો જન્મ થતા સેલિબ્રેશન કરાયું ગામ આખું ઉમટ્યુંઃ આ પ્રસંગે ગામના અનેક લોકો તેમજ પશુપ્રેમીઓ આ બચ્ચાને જોવા માટે આવ્યા હતા. એટલું જ નહીં પશુપાલકો તથા લોકો એકબીજાના મોઢા મીઠા કરાવ્યા હતા. લોકોમાં મીઠાઈ વેચવામાં આવી હતી. હાલારી ગધેડાના રક્ષણ માટે તેમના ટકાવી રાખવા માટે સમગ્ર દેશમાં સૌ પ્રથમ વખત ગધેડાનું બેબી શાવર યોજાયું હતું. વર્ષ પહેલાં 33 જેટલી ગધેડીનું બેબી શાવર યોજવામાં આવ્યું હતું.
Upleta News: માણસ તો ઠીક ગધેડાને ત્યાં બચ્ચાનો જન્મ થતા સેલિબ્રેશન કરાયું આ પણ વાંચોઃSurat Marriage Function: 70 છોકરીઓનો સાતમો પ્યોર વિવાહ ઉજવાયો
કેન્દ્રીય પ્રધાને નોંધ લીધીઃ જેમાં કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલાએ ખાસ હાજરી આપી હતી. આ પ્રસંગ પણ ધામધૂમથી ઉજવાયો હતો. વિધિવત રીતે ગર્ભવતી ગધેડીને ત્યાં હવે બચ્ચાનો જન્મ થતા મસમોટી ઉજાણી કરાઈ હતી. ગધેડાના બચ્ચાને ખોલકું કહેવામાં આવે છે. નવા બચ્ચાને વિધિવત રીતે કુમકુમ તિલક કરી અને ચૂંદડી ઓઢાડી વેલકમ કરાયું હતું. આ પ્રસંગે 150 જેટલા લોકોએ હાજરી આપી હતી. આ હાલારી ગધેડા મુખ્યત્વે સૌરાષ્ટ્રની એક લુપ્ત થતી નસલ છે. જેમનું દૂધનું ખુબ મહત્વનું છે કારણ કે આ ગધેડીનું દૂધની હાલ કિંમત ₹180 રૂપિયા લીટરના ભાવે માલધારીઓ વહેચે છે. આ દૂધનો ઉપયોગ બ્યૂટીકેરમાં પણ કરવામાં આવે છે. હાલ નર ગધેડા ખુબ ઓછા પ્રમાણમાં મળે છે. હાલારી ગધેડાની સંખ્યા 417 હોવાનું માનવામાં આવે છે.