રાજકોટઃ ઉપલેટાના રાજકોટ-પોરબંદર રોડ પર (Porbandar National Highway )આવેલ યાદવ હોટલ ખાતે વર્ષ 1999માં કારગિલ યુદ્ધના(Kargil War 1999) શહીદ વીર રમેશ જોગલની પ્રતિમાનું (Unveiling the statue of Shaheed Veer)અનાવરણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી હાજર રહ્યા હતા. આ શહીદ વીરની પ્રતિમાનું અનાવરણ શહીદ વીરની માતા દ્વારા કરવામાં આવ્યું હતુ.
શહીદ વીરની પ્રતિમાનું અનાવરણ -ઉપલેટામાં યોજાયેલ આ કાર્યક્રમ પહેલા શહેરના મુખ્ય માર્ગો (Ramesh Jogal Statue in Upleta)પરથી એક બાઈક રેલી યોજવામાં આવી હતી. જેમાં આર્મી મેન તેમજ નિવૃત્ત અર્મીમેન સહિતના યુવાનો જોડાયા હતા જેમાં કારગિલ હીરો પરમવીર ચક્ર માનદ કેપ્ટન યોગેન્દ્રસિંહ યાદવ ખુલ્લી જીપમાં આ રેલીમાં ત્રિરંગા સાથે જોડાયા હતા. જે બાદ કાર્યક્રમમાં ધારાસભ્યો, આહિર સાજના આગેવાનો યુવાનો, નિવૃત આર્મી જવાનો અને વર્તમાન ફરજ બજાવતા યુવાનો જોડાયા હતા અને પ્રથમ પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી અને બાદમાં મૂર્તિનું અનાવરણ શહીદ વીર રમેશ જોગલની માતા જશીબહેન જોગલ દ્વારા કરવામાં આવ્યું હતું.
યુવાનો વિચારોથી પ્રભાવિત થશે -આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોએ કાર્યક્રમ અનુરૂપ પોતાની વાતો રજૂ કરી હતી. જેમાં પરમવીર ચક્ર યોગેન્દ્રસીંહ યાદવે પોતાના આર્મીમાં ફરજ દરમિયાનના થયેલ અનુભવોને લોકો સામે જણાવ્યા હતાં અને આજના યુગના યુવાનોને પણ નકારાત્મક વિચારોથી દૂર રહેવા જણાવ્યું હતું. આ સાથે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે પોતાના રાજકીય કાર્યકાળ દરમિયાન અનેક કાર્યક્રમો પર તેઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમથી તેઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા અને લોકો અને ખાસ કરીને યુવાનો રમેશ જોગલની આ મૂર્તિની સ્થાપના અને તેમના વિચારોથી પ્રભાવિત થશે તેવું જણાવ્યું હતું.
આ પણ વાંચોઃસંજેલીમાં ગુરૂ ગોવિંદ મહારાજની જન્મ જયંતિ નિમિત્તે ગુરૂ ગોવિંદજીની પ્રતિમાનું અનાવરણ કરાયું
લોકડાયરો પણ યોજાયો -આ તકે વાસણ આહીર, ધારાસભ્ય લલિત વસોયા, કાંધલ જાડેજા, વિક્રમ માડમ, જગા બારડ સહિતના આસપાસના પંથકના ધારાસભ્યો તેમજ પૂર્વ ધારાસભ્યો સહિતના રાજકીય અનેવાની જોડાયા હતા. રાત્રી દરમિયાન એક શામ શહિદોકે નામ રંગ કસુંબલ દેશ ભક્તિ સાથેનો ભવ્ય લોકડાયરો પણ યોજાયો હતો. જેમાં પરમવીર ચક્ર યોગેન્દ્રસિંહ યાદવ તેમજ શાહિદ વીરના પરિવારો પર પૈસાનો વરસાદ પણ થયો હતો ત્યારે ઉપલેટામાં યોજાયેલ આ કાર્યક્રમમાં માનવ મહેરામણ પણ બહોળા પ્રમાણમાં ઉમટ્યું હતું.
આહીર રેજીમેન્ટ બાબતે સરકારમાં ખાસ રજૂવાત -આ કાર્યક્રમમાં ઉપસ્થિત યોગેન્દ્રસિંહ યાદવે પોતાના કાર્યકાળ દરમિયાન થયેલ અનુભવો અને તેમને કરેલ કર્યો અંગે સૌ લોકોને પરિચિત કર્યા હતા. આ સાથે તેમના દ્વારા દરેક રેજીમેન્ટની જેમ એક આહીર રેજીમેન્ટ પણ બનાવવામાં આવે તેવી પણ માંગ પૂર્વ મુખ્યપ્રધાન શમક્ષ કરી હતી, ત્યારે આ સાથે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે તેઓ દ્વારા આહીર રેજીમેન્ટ બાબતે સરકારમાં ખાસ રજૂવાત કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું, અને અંતમાં તેમને જણાવ્યું હતું કે આ પ્રકારના કર્યો અને આવી કામગીરીથી દેશના યુવાનો અને બાળકોને દેશ પ્રેમ અને સેના પ્રત્યે ગર્વ અનુભવશે અને સાથે તેઓ આમાંથી પ્રેરણા પણ લઈને દેશ સેવા માટે પણ જોડાશે તેવું જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ400 વર્ષ પહેલા ઉજ્જૈનથી હરસિદ્ધિ માતાજીને રાજપીપળા લાવનારા મહારાજા વેરીસાલજી ગોહિલની પ્રતિમાનું અનાવરણ કરાયું
આર્મીમેન તેમજ નિવૃત અર્મીનેન સહિતના જોડાયા -આ કાર્યક્રમમાં શહીદ વીર રમેશ જોગલની માતા જસીબહેન, કારગીલ હીરો પરમવીર ચક્ર માનદ કેપ્ટન યોગેન્દ્રસિંહ યાદવ, પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, મેડલ વિજેતા માન. કર્નલ પ્રમોદ રમેશ અંબાશણ, માન. ગ્રુપ કેપ્ટન પવન આનંદ, માન. કર્નલ અમૃત મકવાણા, સેના મેડલ વિજેતા માન. કર્નલ રાજેશસિંગ, માન. જીતેન્દ્ર નિમાવત, સેના મેડલ વિજેતા માન. કેપ્ટન પરબત બારૈયા, પૂર્વપ્રધાન અને ધારાસભ્ય વાસણ આહીર, ધારાસભ્ય વિક્રમ માડમ, ધારાસભ્ય ભગવાનજી બારડ, ધારાસભ્ય લલીત વસોયા, ધારાસભ્ય કાંધલ જાડેજા, ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુ બેરામ, ઉપલેટા મામલતદાર ગોવિંદજી મહાવદીયા, ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદ ચંદ્રવાડીયા, નાગરપાલિકા યુવા પ્રમુખ મયુર સુવા, મેરામણ ગોરિયા, લખમણ વસરા, સહીતના આગેવાનો, માજી ધારાસભ્યો તેમજ આર્મીમેન તેમજ નિવૃત અર્મીનેન સહિતના જોડાયા હતા.
આહીર વીર રામેશ જોગલ પ્રતિમા અનાવરણ -આ કાર્યક્રમમાં કારગીલ હીરો પરમવીર ચક્ર માનદ કેપ્ટન યોગેન્દ્રસિંહ યાદવની સાથે સતત ખડેપગે રહેનાર ટીમમાં નિવૃત આર્મીમેન જીવા મોડેદરા, રાણા ઓડેદરા, માલદે ઓડેદરા રહ્યા હતા. આ સાથે ઉપલેટાની મિશન અભિમન્યુ ટીમ, ટીમ આહીર વીર રામેશ જોગલ પ્રતિમા અનાવરણ કાર્યક્રમ સમિતિ સમિતિ દ્વારા આ કાર્યક્રમને સફળ અને સુંદર બનાવવા માટેની ભારે જહેમત ઉઠાવી હતી. આ સુંદર કાર્યક્રમના આયોજનમાં ઉપલેટા તેમજ આસપાસના પંથકનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.