રાજ્યમાં પાટીદાર અનામત આંદોલનના સર્જક અને હાલમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલને એક શખ્સ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં સભા દરમિયાન જાહેરમાં ફડાકા ઝીકવાની ઘટના સામે આવ્યા બાદ રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. જેને લઈને હાર્દિક પટેલ આજે સાંજના સમયે રાજકોટ એરપોર્ટ પર હેલિકોપ્ટર મારફતે આવી પહોંચ્યા હતા.
રાજ્ય સરકારની સિક્યુરિટી એ સિક્યુરિટી નથી જાસૂસ છે: હાર્દિક પટેલ - rjt
રાજકોટઃ પૂર્વ પાસ કન્વીનર અને હાલમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ પર આજે સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાયેલ સભા દરમિયાન હુમલો થયા બાદ રાજકોટ ખાતે એરપોર્ટ પર હેલિકોપ્ટર મારફતે આવી પહોંચ્યા હતા. રાજકોટથી તેઓ મોરબી ખાતે એક જનસભાને સંબોધન કરવા જનાર છે. ત્યારે હાર્દિક પટેલે રાજકોટમાં પત્રકારોને જણાવ્યું હતું કે ગુજરાતના ખેડૂતો અને યુવાનોનો અવાજ ઉઠાવીએ છીએ તે ભાજપના લોકોને ગમતું નથી. આ અગાઉ પણ 2015માં અનામત આંદોલનને લઇને મારી ધરપકડ બાદ પાટીદાર સમાજના યુવાનો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. ત્યારે આજે હું અલગ અલગ વિસ્તારમાં સભાઓ યોજી રહ્યો છું જેના કારણે ભાજપ ચિંતામાં આવી ગયુ છે અને ભાજપના માણસો દ્વારા આ પ્રકારના હુમલાઓ કરાઈ રહ્યા છે.
હાર્દિક પર થયેલા હુમલા મામલે તેમને જણાવ્યું હતું કે ભાજપ અને ભાજપના માણસો દ્વારા આ પ્રકારના હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. હુમલો કરનાર ઈસમ ભાજપના લોકો સાથે જોડાયેલ હોવાનો આક્ષેપ પણ હાર્દિકે કર્યો હતો. જ્યારે હાર્દીકને રાજ્ય સરકાર તરફથી આપવામાં આવતી સિક્યુરિટી અંગે સવાલ પૂછવામાં આવતા તેમને જણાવ્યું હતું કે 2017માં મારી પાસે જે સિક્યુરિટી હતી તે સેન્ટ્રલની સિક્યુરિટી હતી અને મેં તે સમયે જ્યારે ગુજરાત સરકારે સિક્યુરિટી આપવાની વાત કરી હતી ત્યારે પણ મેં ના પાડી હતી અને હું આજે પણ ના પાડું છું. કારણ કે મારે ગુજરાત સરકારની કોઈ સિક્યુરિટીનું કામ નથી કેમ કે તે સિક્યુરિટી નથી જાસૂસ છે.