ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટના કાવ્યાએ મેથેમેટિકસમાં આંતરરાષ્ટ્રીય સ્તરે રચ્યો ઇતિહાસ - ઇટીવી ભારત

રાજકોટઃ શહેરમાં ધોરણ 1માં અભ્યાસ કરતા કાવ્યા કકાણીયા નામના બાળકે આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાયેલી મેથેમેટિકની પરીક્ષામાં પ્રથમ રેન્ક મેળવ્યો છે. વિશ્વના 210 કરતા વધારે દેશના વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં ભાગ લીધો હતો.

રાજકોટ
રાજકોટ

By

Published : Jan 20, 2020, 5:17 AM IST

રંગીલા રાજકોટનું નામ ફરી એક વખત વિશ્વ લેવલે ઝળકયું છે. રાજકોટના ધોરણ 1માં અભ્યાસ કરતો કાવ્યા કકાણીયા નામનો વિશ્વ સ્તરે યોજાતી ઇન્ટરનેશનલ મેથેમેટિક ઓલિમ્પિયાડ પરીક્ષામાં સમગ્ર વિશ્વમાં પ્રથમ આવ્યો છે. તેણે ગણિત વિષયમાં પરીક્ષામાં 40માંથી 40 માર્ક સાથે પ્રથમ રેન્ક હાંસિલ કરી એક અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. દેશના અંદાજીત 600 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી હતી. જેમાંથી કાવ્યાએ મેથેમેટિક વિષયમાં ઇન્ટરનેશનલ લેવલે 1st રેન્ક મેળવ્યો છે.

મેથેમેટિકસમાં આંતરરાષ્ટ્રીય સ્તરે રચ્યો ઇતિહાસ

ઇન્ટરનેશનલ મેથેમેટિક ઓલિમ્પિયાડ પરીક્ષાની શરૂઆત વર્ષ 1958થી લેવાની શરુઆત થઈ હતી. જેમાં ધોરણ 1થી લઈને ધોરણ 12 સુધીના તમામ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે. ત્યારે આ વર્ષે રાજકોટમાં ધોરણ 1માં અભ્યાસ કરતા કાવ્યાએ પણ આ પરીક્ષા આપી હતી અને તેમને આ પરીક્ષામાં પ્રથમ રેન્ક મેળવીને ઇતિહાસ રચી નાખ્યો છે. કાવ્યા ભારતનો સૌથી નાની વયનો વિદ્યાર્થી છે. જેને આ પરીક્ષામાં પ્રથમ રેન્ક હાંસિલ કરીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

અંતરરાષ્ટ્રીય સ્તરે આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર કાવ્યા સૌથી નાની ઉંમરનો વિદ્યાર્થી છે. ત્યારે ઇટીવી ભારત દ્વારા તેના માતા-પિતા સાથે વાતચીત કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, કાવ્યાને નાનપણથી જ ગણિત વિષયમાં વધારે રુચિ છે. તે અન્ય વિષયમાં પણ હોશિયાર છે પરંતુ, તેને આ પરીક્ષા માટે કોઈ તૈયારી કરી જ નહોતી તેને આ ગણિતની પરીક્ષા રમતા રમતા જ પાસ કરી લીધી છે. જો કે તેને પહેલાથી જ ગણિત વિષય સાથે લગાવ છે તે મોટાભાગની ગાણિતિક ગેમ જ રમતો હોય છે. જેને લઈને આ પરીક્ષામાં સફળતા મેળવી શક્યો છે.

સામાન્ય રીતે આપણને ગણિત વિષયનું નામ આવે એટલે મનમાં અનેક સવાલો ઉભા થાય અથવાતો કેટલાક લોકો ગણિત વિષયથી જ દૂર ભાગે છે. ત્યારે કાવ્યાએ જ્યારથી ભણવાની શરુઆત કરી ત્યારથી લઈને હજુ સુધી તેને ગણિત વિષયમાં એકપણ માર્ક ઓછો થયો નથી. ધોરણ 1માં અભ્યાસ કરતા બાળકે ગણિતના વિષમ પ્રથમ ક્રમ મેળવીને તેના માતાપિતા સાથે ભારત દેશનું પણ નામ રોશન કર્યું છે.

ABOUT THE AUTHOR

...view details