ગુજરાત

gujarat

ETV Bharat / state

વરસાદની વચ્ચે ધોરાજીમાં મચ્છર જન્યથી રોગચાળો વકર્યો - ધોરાજી

રાજકોટ:જિલ્લાના ધોરાજીમાં થોડા સમયથી મેઘરાજાએ વિરામ લેતા અને વાતાવરણમાં ફેરફારો થતા પાણીજન્ય અને મચ્છર જન્ય રોગચાળો વકર્યો છે. જન્માષ્ટમીનો તહેવાર પૂર્ણ થયો ત્યારે પાણી જન્ય અને મચ્છર જન્યથી રોગચાળો વધ્યો છે.

વરસાદની વચ્ચે ધોરાજીમાં મચ્છર જન્યથી રોગચાળો વકર્યો

By

Published : Aug 29, 2019, 6:23 AM IST

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં થોડા સમયથી મેઘરાજા એ આરામ કરતા અને વાતાવરણમાં ફેરફારો થતા પાણીજન્ય અને મચ્છર જન્ય રોગચાળો વકર્યો છે. સરકારી હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી હતી અને રોજના OPDમાં 500 થી પણ વધારે દર્દીઓની તપાસ કરવામાં આવે છે. જેમાં શરદી, ઉધરસ, તાવ, મલેરિયા, ઝાડા ઉલ્ટી તથા તેનાથી વધુ ડેન્ગ્યુ જેવા દર્દીઓ જોવા મળ્યા છે. સરકારી હોસ્પિટલ તથા પ્રાઈવેટ હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળે છે.

વરસાદની વચ્ચે ધોરાજીમાં મચ્છર જન્યથી રોગચાળો વકર્યો

ધોરાજી સરકારી હોસ્પિટલમાં ડેન્ગ્યુનો રીપોર્ટ થતો નથી જેથી પ્રાઈવેટ લેબોરેટરીમાં દર્દીઓને જવું પડે છે. સારવાર પણ સરકારી હોસ્પિટલમાં ઓછી અને વધું સારવાર અર્થે પ્રાઈવેટ હોસ્પિટલમાં જવું પડે છે. આ તહેવાર લઈને રોગચાળો ફાટી નીકળ્યો છે અને માનસિક અને શારીરિક તથા રૂપિયાથી દર્દીઓ તથા તેમના પરિવારજનોને પરેશાન થવું પડે છે. આરોગ્ય ખાતુ તથા જવાબદાર તંત્ર કુંભની નિંદ્રા જોવા મળે છે. લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. અને લોક માંગ ઉઠવા પામી છે કે, ઠેર ઠેર ફોગીંગ અને યોગ્ય પગલા અને લોકોને માર્ગદર્શન પુરૂં પાડવું જોઈએ ઘરે ઘરે માંદગીના ખાટલામાં દર્દીઓ જોવા મળે છે.

ABOUT THE AUTHOR

...view details