રાજકોટ : જિલ્લા ગ્રામ્ય પોલીસ વડા બલરામ મીણા દ્વારા જિલ્લાના વિવિધ ગુનાઓમાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓ, જેલમાંથી પેરોલ-જામીન મંજૂર કરાવી નાસતા ફરતા આરોપી તેમજ એસી. એસ. ટી. સેલ રાજકોટ ગ્રામ્ય પાસે રહેલ ગંભીર ગુનાના તપાસના આરોપીઓને પકડી પાડવા સુચના આપવામાં આવી હતી.
કોટડાસાંગાણીમાં અપહરણ કરનાર તેમજ અન્ય ગુનાઓમાં સંડાવાયેલ આરોપી ઝડપાયો - Kotdasangani Police
કોટડાસાંગાણીના ખરેડા ગામેથી કિશોરીનુ અપહરણ કરનાર આરોપીને તેમજ ભોગ બનનારને પેરોલ ફર્લો સ્કોડે પકડી પાડી સ્થાનિક પોલીસને સોંપવામાં આવી હતી.
કોટડાસાંગાણી
જે અનુસંધાને તપાસ દરમિયાન હેડ કોન્સ્ટેબલ પ્રભાતસિંહ કનુજી પરમાર તથા વિરાજભાઈ જીતુભાઈ ધાંધલ પેરોલ ફર્લો રાજકોટ ગ્રામ્યનાઓની બાતમી તથા ટેકનિકલ સોર્સીસને આધારે છેલ્લા આઠ માસથી કોટડા સાંગાણી પોલીસે નાસતા ફરતા આરોપી કિશોર દામજીભાઈ વણપરીયા તથા ભોગ બનનાર મળી આવતા બંનેને હસ્તગત કરી covid-19 કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ આગળની ધોરણસર કાર્યવાહી થવા કોટડાસાંગાણી પોલીસને સોંપવામા આવ્યા છે.