રાજકોટઃ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ બે મેચ જીતીને શ્રેણી જીતી લીધી છે. ભારતીય ટીમે પ્રથમ બે મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. હવે ભારતીય ટીમ તેની આગામી મેચ ઓસ્ટ્રેલિયા સાથે રાજકોટના ક્રિકેટ સ્ટેડિયમમાં રમશે. બુધવારે રમાનારી તેની છેલ્લી મેચ માટે ટીમ ઈન્ડિયા સોમવારે મોડી સાંજે રાજકોટ પહોંચી હતી. રાજકોટમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને ટીમનું પોસ્ટર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.
સિનીયર ખેલાડીઓની વાપસીઃ જો કે ભારતીય ટીમે શ્રેણી જીતી લીધી છે, પરંતુ છેલ્લી ODI ટીમ તેના તમામ સ્ટાર ખેલાડીઓ સાથે રમશે, કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને જસપ્રિત બુમરાહ ત્રીજી અને છેલ્લી મેચમાં રમતા જોવા મળશે. આ ત્રણ ખેલાડીઓને પ્રથમ બે મેચ માટે આરામ આપવામાં આવ્યો હતો. જસપ્રીત બુમરાહ અંગત કારણોસર બીજી મેચમાં રમી શક્યો ન હતો પરંતુ હવે તે ચોથી મેચ માટે રાજકોટ પહોંચી ગયો છે.
શુભમન ગિલ અને શાર્દુલ ઠાકુરને આરામઃઈશાન કિશન રાજકોટમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરતા જોવા મળશે કારણ કે છેલ્લી ODIમાં શુભમન ગિલ 15 સભ્યોમાં સામેલ નથી, તેને છેલ્લી મેચ માટે આરામ આપવામાં આવ્યો છે. શાર્દુલ ઠાકુર પણ ફાઈનલ મેચનો ભાગ નથી. એશિયા કપની ફાઈનલ મેચમાં ઈશાન કિશન પણ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરતો જોવા મળ્યો હતો.