રાજકોટઃ દેવભૂમિ દ્વારકાના વેરાળ ગામના વતની અને મુંબઈને કર્મભૂમિ બનાવનારા પરિવાર કોરોના કહેર વચ્ચે વતન પરત ફરી રહ્યો હતા. બસચાલકે ગોંડલ હાઇવે પર ઉતારી દેતા તેની વહારે પ્રશાસન, આગેવાનો અને ઉદ્યોગપતિઓ આવી વતન પહોંચવાની વ્યવસ્થા કરી અપાતા બિઝનેસમેન પરિવારની આંખોમાંથી ગંગા જમના વહેવા લાગી હતી.
મુંબઈના બિઝનેસમેન પરિવારની વ્હારે આવ્યું ગોંડલ પ્રશાસન
દેવભૂમિ દ્વારકાના વેરાળ ગામના વતની અને મુંબઈમાં બિઝનેસ કરતા આ પરિવાર કોરોના કહેરને કારણે વતન ફરી રહ્યા હતા ત્યારે બસચાલક દ્વાર તેમને આડધા રસ્તે ઉતારી દેતા ગોંડલ પ્રશાસન દ્વારા તેમને વતન મોકલવામાં આવ્યા હતા.
મુંબઈના બિઝનેસમેન પરિવારની વ્હારે આવ્યું ગોંડલ પ્રશાસન
આ કાર્યને સફળ બનાવવા રાજેન્દ્રસિંહની સાથે મનસુખભાઈ પટેલ, નરસિંહભાઈ બાલધા અને અજીત દોઢિયા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.