ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોંડલ વિકાસ સમિતિના પ્રમુખ 75 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપાયા - committee

રાજકોટઃ ગોંડલ તાલુકામાં આવેલા પાટલીખોર ગામે જળ સ્ત્રાવ વિકાસ સમિતિના પ્રમુખ જગદીશ બાબુ લુણાગરિયા 75 હજારની લાંચ લેતા ACBએ રંગેહાથે ઝડપી પાડ્યા છે.

ફાઇલ ફોટો

By

Published : Apr 8, 2019, 1:36 AM IST

પ્રમુખ દ્વારા એક કોન્ટ્રાકટર પાસે અલગ-અલગ 11 જેટલા કામોના બિલ પાસ કરાવવા અને ચેક ઉપર સહી કરવા માટે કામના રકમના 9 ટકા લેખે 75 હજારની લાંચ માંગવામાં આવી હતી.

જેને લઇને કોન્ટ્રાકટર દ્વારા પ્રમુખ વિરુદ્ધ ACBમાં અરજી કરવામાં આવી હતી. આ અંગે આજે ACB દ્વારા ગામની નજીક આવેલા ખાંડીયા હનુમાન મંદિર ખાતે ટ્રેપ ગોઠવતાં જેમાં પ્રમુખ રંગેહાથે માંગણી કરેલ રુપિયા લેતા એસીબીની ઝપેટમાં આવી ગયા હતા. હાલ રાજકોટ એસીબી દ્વારા પ્રમુખ વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details