- માતા અને બાળકનો જીવ 108ના કર્મચારીએ બચાવ્યો
- ગર્ભવતીને અચાનક પ્રસૂતાની પીડા થતા 108ને જાણ કરવામાં આવી હતી
- મધ્ય પ્રદેશના પરિવારે 108 એમ્બ્યુલન્સ અને ડોક્ટનો આભાર માન્યો
રાજકોટઃ જિલ્લાના જસદણ તાલુકાના બોઘારાવદર ગામની વાડીમાં રહેતા મધ્ય પ્રદેશના પરિવાર મજૂરી કરી પરિવારના ચલાવતા હતા. જેમાં જેનકુબેન મેહડા ગર્ભવર્તી હતા અને તેમને અચાનક પ્રસૂતાની પીડા થઇ હતી. માતા ખેતરમાં હોવાથી EMT ગોવિંદભાઇ રોજાસરા ખેતરમાં પહોંચતા જાણવા મળ્યું કે બાળકની ડિલિવરી થઈ ગઈ હતી, બાળક ખેતરમાં પડ્યું હતું અને ઠંડીથી ધ્રુજતુ હતું, તુરંત જ બાળકને માતાથી અલગ કરી બાળકને એમ્બ્યુલન્સમાં લઈને એમ્બ્યુલન્સમાં હેલોજન લેમ્પ નીચે ગરમ હૂંફ આપવામાં આવી હતી, બાળકનું ઓક્સિજન લેવલ પણ ઓછું હતું.