ધોરાજીમાં સગીરાનું અપહરણ કરી લલચાવીને ફોસલાવીને દુષ્કર્મ કેસના મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આ કેસમાં ધોરાજી સેસન્સ કોર્ટે માત્ર 6 માસમાં કેસ ચલાવી આરોપીને આજીવન કેદ અને રૂપિયા 10 હજારનો દંડ ફટકાર્યો હતો.
10 માર્ચ 2019ના ભોગ બનનાર સગીરાના પિતાએ પાટણવાવ પોલીસ મથકે વાડોદર ગામના પ્રજ્ઞેશ રતિલાલ પટેલ નામના શખ્સ સામે પોતાની સગીરા પુત્રીનું કારમાં અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધાવી હતી. આ સગીરાને અપહરણની ફરિયાદના ચાર દિવસ બાદ પોલીસ મારફતે તેમનાં પરિવારજનોને સોંપવામાં આવી હતી.
ધોરાજીમાં દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદની સજા અત્રે ઉલ્લેખનીય છે કે, સગીરાનું મેડિકલ ચેકઅપ અને જરૂરી નિવેદનો નોંધાતા આરોપીએ સગીરાને લલચાવીને ફોસલાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેથી આરોપી વિરૂધ્ધ પોસ્કો એકટ હેઠળ ગુનો નોંધાયો હતો. આ ગુનો ધોરાજી સેસન્સ કોર્ટેમાં ચાલી જતાં કોર્ટ સમક્ષ સરકારી વકીલ દ્વારા દલીલો સાથે 18 જેટલા સાહેદોની જુબાની થઇ તેમજ 33 જેટલા દસ્તાવેજો રજૂ થયા હતા.
સગીરાની ઉંમર 18 વર્ષથી નાની વયની છે. તેમની સહમતીને સહમતી ગણી શકાય નહી તેવી દલીલો કરી હતી. જેથી ધોરાજી સેસન્સ કોર્ટે માત્ર છ માસનાં સમયગાળામાં કેસ ચલાવી આરોપીને કસુરવાર ઠેરાવી આજીવન કેદ અને રૂપિયા દસ હજારનો દંડ ફટકાર્યો હતો.