રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વન ડે મેચ રમાયો હતો. જેમાં ભારતીય ક્રિકેટ ટીમની શાનદાર જીત થઈ હતી. ત્યારે ઇન્ડિયન ટીમ જ્યારે રાજકોટમાં હોટેલ ખાતે પહોંચી તે દરમિયાન હોટેલમાં ટીમ ઇન્ડિયાની જીતની ઉજવણીના ભાગરૂપે કેક બનાવવામાં આવી હતી.
રાજકોટમાં ટીમ ઇન્ડિયાએ જીતની ઉજવણી કરી
રાજકોટ: શહેરના ખંડેરી સ્ટેડિયમ ખાતે શુક્રવારના રોજ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે મેચ રમાઇ હતી. જેમાં ટીમ ઇન્ડિયાની જીત થઇ હતી. ત્યારે ટીમ ઇન્ડિયાએ મોં મીઠા કરી જીતની ઉજવણી કરી હતી.
રાજકોટ
આ કેક ખાઈ અને ખેલાડીઓએ એકબીજાના મોં મીઠા કરી જીતની ઉજવણી કરી હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.