રાજકોટ : કોરોના વાયરસની મહામારી વચ્ચે લોકડાઉન 4 જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કેટલીક છૂટછાટ આપી છે. એ પ્રમાણે રાજકોટમાંથી એસ.ટી બસ સેવા શરૂ કરવામાં આવી છે. જે હાલ રાજકોટ જિલ્લામાં જશે અને એક તાલુકાથી બીજા તાલુકા તેમજ ફરી રાજકોટ આવશે.
રાજકોટમાંથી ST બસ શરૂ, સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં જશે
રાજકોટમાંથી એસ.ટી બસ સેવા શરૂ કરવામાં આવી છે. જે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં જશે.જ્યારે અમદાવાદ માટે હજુ એસ.ટી બસ સેવા શરૂ થશે નહી.
રાજકોટમાંથી ST બસો શરૂ
આ સાથે જ સૌરાષ્ટ્રના અમરેલી, જામનગર, ભાવનગર જેવા જિલ્લાઓ માટે બે ટ્રીપ હાલ પૂરતી ગોઠવવામાં આવી છે. એક બસોમાં 30 મુસાફરોને સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસાડવામાં આવશે, સાથે જ પ્રથમ બસમાં ચડતા પહેલા તમામ મુસાફરોનું થર્મલ સ્કિનિંગ કરવામાં આવશે. તેમજ માસ્ક પણ ફરજીયાત મુસાફરો અને એસ.ટીના સ્ટાફને પહેરવાનું રહેશે. હાલ માત્ર રાજકોટ જિલ્લામાં અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મર્યાદિત બસ સેવા શરૂ થશે. જ્યારે અમદાવાદ માટે હજુ એસ.ટી બસ સેવા શરૂ થશે નહી.