રાજકોટ બેઠક પરથી ફરી ભાજપ દ્વારા વર્તમાન સાંસદ મોહન કુંડારિયાના નામ પરમહોર મારવામાં આવી છે. ત્યારે અગાઉ લોકસભાની ચૂંટણીમાં મોહનભાઈએ એ વખતના અને હાલમાં ભાજપમાં જોડાયેલ કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાને હરાવ્યા હતા.
રાજકોટ લોકસભાની બેઠકના ભાજપ ઉમેદવાર મોહન કુંડારિયા સાથે ETVની ખાસ વાતચીત
રાજકોટ: હાલમાં સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ છે. ત્યારે ગુજરાતમાં આગામી 23 એપ્રિલના રોજ મતદાન યોજાવાનું છે. જેને લઈને હાલ ગુજરાતમાં પણ અલગ-અલગ પક્ષો દ્વારા પોતાના ઉમેદવારો જાહેર કરાયા છે. ભાજપ દ્વારા રાજકોટ લોકસભાની બેઠક પરથી ફરી મોહન કુંડારિયાને ટિકિટ અપાઈ છે. ત્યારે આ અંગે ETV ભારત દ્વારા મોહન કુંડારિયા સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી.
સ્પોટ ફોટો
હાલની સ્થિતીજોતા કુંવરજી બાવળિયા પણ હવે ભાજપમાં જોડાયા છે. બીજી તરફ કોંગ્રેસ પાસે આ બેઠક માટે કોઈ સક્ષમ ઉમેદવાર પણ નથી. મોહન કુંડારિયાએ ETVભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટની જનતાએ અગાઉ પણ 2 લાખ કરતા વધારે લીડથી વિજયી બનાવ્યો હતો. ત્યારે ફરી આ વખતે બમણી લીડ સાથે મને જીતાવશે.