રાજકોટના ગોંડલમાં વર્ષ દરમિયાન વિવિધ તહેવારોની દબદબાભેર ઉજવણી થતી હોય છે, ત્યારે શિવરાત્રી પર્વે શહેરના સુરેશ્વર મહાદેવ, ધારેશ્વર મહાદેવ, ભીમનાથ મહાદેવ, ભૂતનાથ મહાદેવ, જાગનાથ મહાદેવ, નાગનાથ મહાદેવ તેમજ કાશીવિશ્વનાથ મહાદેવ સહિત વિવિધ શિવાલયોમાં દિવસ દરમિયાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજિત થયાં હતાં.
મહાશિવરાત્રીઃ ગોંડલના શિવાલયોમાં શિવ-શિવના નાદ - rajkot
ગોંડલ: રાજકોટમાં ગોંડલ શહેરના શિવાલયોમાં શિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મંદિરોમાં શિવ-શિવના નાદ ગુંજી ઉઠ્યા હતા.
gondal
શિવરાત્રી પર્વ નિમિત્તે ભકતોને ભાંગ પ્રસાદ તેમજ ફળાહાર પીરસવામાં આવ્યાં હતાં. ભજન-કીર્તન અને મહાઆરતી સાથે શિવલિંગને અનેકવિધ શણગાર કરવામાં આવ્યાં હતાં. શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી