હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજયમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.સમગ્ર રાજયમાં કયાયં ઓરેન્જ એલર્ટ તો ક્યાંક રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર પંથકમાં પણ ગરમીનો પારો વધતો જાય છે.હીટવેવની આગ ચાલુ સાલ ઉનાળા સીઝનની ગરમીનો વર્ષો જુનો રેકોર્ડ તોડે તેવો માહોલ જોવાં મળી રહયો છે.
ધોરાજી પંથકમાં કાળઝાળ ગરમી, રસ્તાઓ બન્યા સુમસામ
રાજકોટઃ રાજકોટના ધોરાજીમાં કાળઝાળ ગરમી આકાશમાંથી અગન વર્ષા વરસાવતી હોય તેમ બપોરના માહોલો જોવા મળે છે. શહેરના મોટા ભાગના રસ્તાઓ પર જાણે કલમ 144 લાગુ કરી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.
ધોરાજી પંથકમાં જાણે કલમ 144 લાગી હોય તેવો માહોલ
ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કાળઝાળ ગરમી આકાશમાંથી અગનવર્ષાથી લોકો ત્રાહિમામ જાણે કલમ 144 લાગી હોય તેવો માહોલ ધોરાજી પંથકમાં જોવાં મળી રહયો છે.મુખ્ય માર્ગો પણ ખાલી ખમ જોવા મળે છે. ત્યારે શહેરની દુકાનો કે શોરૂમ પર બપોરે સમયે તાળા જોવા મળે છે.