રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસરનો એક ઓડિયા ક્લિપ વાયરલ થતાં સમગ્ર પંથકમાં ઉગ્ર વાતાવરણ સર્જાયું છે. તો વિદ્યાર્થીઓમાં પ્રોફેસરને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઓડિયા ક્લીપમાં પ્રોફેસર વિદ્યાર્થીને Phd પાસ કરાવવા અને પ્રોફેસર બનાવી આપવાની લાલય આપે છે અને તેના બદલામાં સુખ માણવાની બીભત્સ માંગણી કરતો હોવાનું સામે આવ્યું છે. આ ઓડિયોના કારણે શિક્ષણ જગતમાં ખળભડાટ મચ્યો છે. તો વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓ લંપટ પ્રોફેસર વિરૂદ્ધ કાયદેસરની કાર્યાવાહી કરવાની માગ કરી રહ્યાં છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લંપટ પ્રોફેસરને કરાયા સસ્પેન્ડ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષનો એક ઓડિયો કલીપ વાયરલ થયો છે. જેમાં તેઓ એક વિદ્યાર્થીનીને પ્રોફેસર બનાવવાની લાલચ આપી શરીર સુખ માણવાની બીભત્સ માંગણી કરી રહ્યો છે. આ ક્લીપને કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તંત્ર પર અનેક સવાલો ઉઠી રહ્યાં છે. આ સાથે વિદ્યાર્થી પ્રોફેસર વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી રહ્યાં છે.
ગત રોજ 24 જાન્યુઆરીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષ હરેશ ઝાલાનો ઓડિયો કલીપ વાઈરલ થયો છે. જેમાં પ્રોફેસર વિદ્યાર્થીનીને Phd પાસ કરવવા અને પ્રોફેસર બનાવી આપવાની લાલય આપે છે અને તેના બદલામાં સુખ માણવાની બીભત્સ માંગણી કરતો હોવાનું સામે આવ્યું છે. જેના કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તંત્ર પર લોકો ગંભીર આક્ષેપો કરી રહ્યાં છે. તેમજ પ્રોફેસર વિરૂદ્ધ કાયદેસરની કાર્યાવાહી કરવાની માગ કરી રહ્યાં છે.
આ મામલે યુનિવર્સિટી દ્વારા તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા હતાં. જ્યારે યુનિવર્સિટી દ્વારા હરેશ ઝાલાનો સંપર્ક કરવામાં આવતા તેમનો સંપર્ક થઈ શક્યો ન હોવાનું જાણવા મળ્યું છે. હાલ, તેમની ઓફીસ સીલ કરવામાં આવી છે અને તાત્કાલિક તેમને ફરજ પરથી સસ્પેન્ડ કરવાનો યુનિવર્સિટી દ્વારા નિર્ણય લેવાયો છે.