રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક બાદ એક વિવાદોમાં હાલ સપડાઈ રહી હોવાની ઘટના સામે આવી રહી છે, ત્યારે તાજેતરમાં જ ખાનગી લો કોલેજોનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. જેમાં કેટલીક ખાનગી લો કોલેજના સત્તાધીશો દ્વારા પોતાની કોલેજનું સારું પરફોર્મન્સ બતાવવા માટે વિદ્યાર્થીઓને ઇન્ટરનલ માર્કની લ્હાણી કરી હોવાનું ખુલ્યું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઇન્ટરનલ માર્કનું કૌભાંડ આવ્યું સામે, તપાસના આદેશ - કુલપતિ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઇન્ટરનલ માર્કનું કૌભાંડ સામે આવ્યું છે. ખાનગી લો કોલેજના સત્તાધીશો દ્વારા પોતાની કોલેજનું પરફોર્મન્સ બતાવા માટે વિદ્યાર્થીને ઇન્ટરનલ માર્કની લ્હાણી કરી હોવાનું ખુલ્યું છે. જે બાબતે પ્રશ્નો ઉભા થતા કુલપતિ દ્વારા આ સમગ્ર મામલે તપાસના આદેશો આપવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
આ ત્રણ વર્ષના કોર્ષમાં 25 જેટલા પેપરોમાં આ પ્રકારે માર્ક આપીને પોતાની કોલેજના વિદ્યાર્થીઓને ટોપટેનમાં સ્થાન અપાવ્યું છે. આમ, 4 વર્ષમાં 150 જેટલા વિદ્યાર્થીઓને આવી રીતે માર્કની લ્હાણી કરાઈ છે. જે બાબતે પ્રશ્નો ઉભા થતા તાત્કાલિક કુલપતિ દ્વારા આ સમગ્ર મામલે તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.