- મોંઘવારીનો માર સહન કરતી જનતા પર વધુ એક બોજો
- સીંગતેલ અને કપાસિયા તેલમાં રૂપિયા 25નો થયો વધારો
- ખાદ્યતેલના ભાવમાં વધારો થતા મધ્યમવર્ગને હાલાકી
રાજકોટ: મોંઘવારીનો માર સહન કરતી જનતા પર વધુ એક બોજો પડ્યો છે. જેમાં ખાદ્યતેલના ભાવમાં હવે રૂપિયા 25 જેટલો વધારો થયો છે. કપાસિયા તેમજ સીંગતેલના ભાવમાં રૂપિયા 25નો વધારો થતાં પામતેલમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં તહેવારો નજીક આવી રહ્યા છે, ત્યારે તેલના ભાવ વધતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે હાલ દેશમાં દરરોજ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઇ રહ્યો છે. તેવામાં હવે ખાદ્ય તેલના ભાવમાં પણ રૂપિયા 25નો વધારો થયો છે. જેને લઇને મધ્યમવર્ગને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો:મોંઘવારીનો માર: ખાદ્ય તેલ જનતાનું નીકાળી રહી છે તેલ
4 દિવસની રાહત બાદ સિંગતેલના ભાવમાં વધારો
અગાઉ ખાદ્યતેલના ભાવમાં રૂપિયા 100થી લઈને રૂપિયા 150 સુધીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો, ત્યારે અચાનક હવે સીંગતેલના ભાવ રૂપિયા 25નો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. જેને લઇને તેના 15 કિલોના ડબ્બાના ભાવ રૂપિયા 2400ની સપાટીને પાર આવી પહોંચ્યા છે. જ્યારે ચાલું વર્ષે મગફળીનો પાક પણ પુષ્કળ પ્રમાણમાં થયો છે. છતાં પણ સતત સિંગતેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. જેને લઇને હવે મધ્યમવર્ગના પરિવારોને આ મોંઘવારીને જીવવું મુશ્કેલ પડ્યું છે.