ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં મેઘરાજાને મનાવવા માટે વીરપુરમાં રામધૂન - virpur

રાજકોટઃ ચોમાસાની ઋતુને એક મહિનો થવા આવ્યો છે.પરંતુ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં એક ઇંચ પણ વરસાદ પડ્યો નથી. જેથી દુષ્કાળ જેવી પરિસ્થિતી ઉભી થાય તે પહેલાં મેઘરાજાને મનાવવા માટે જલારામધામ વીરપુર ખાતે રામધુન કરવામાં આવી હતી.

rdt

By

Published : Jul 11, 2019, 12:30 AM IST

ગત વર્ષની જેમ વરસાદ ચાલુ વર્ષે પણ ખો આપી રહ્યો છે. વર્ષાઋતુને એક મહિનો થવા આવ્યો પરંતુ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં એક ઇંચ વરસાદ પણ થયો નથી . જ્યારે બીજી બાજુ ખેડૂતોએ વાવણી પણ કરી દીધી છે.ત્યારે પાક અને ઘાસચારાને અત્યારે પાણીની ખૂબ જરૂરિયાત છે. જેની સામે વરસાદ નહિવત છે. પશુઓ માટેનો ઘાસચારો પણ ખેડૂતોને ખુબ ઉંચી કિંમત આપીને ખરીદવો પડે છે. ખેડૂતોને આર્થીક રીતે પરવડતો ન હોય ખેડૂતો વરસાદ વરસાદ ઝંખી રહયા છે. જેની સામે સામાન્યજન માટે પણ વરસાદ એટલો જ જરૂરી છે. કારણ કે, પાણી હશે તો કોઈ પણ ધંધો રોજગાર ચાલુ રહેશે.

રાજકોટમાં મેઘરાજાને મનાવવા માટે વીરપુર માં રામધૂન.
જેથી માનવી અને પ્રાણીઓની સુખ શાંતિ માટે રીસાય ગયેલ મેઘરાજને મનાવવા ખુબ જરૂરી હોય વીરપુર જલારામધામ ખાતે સમગ્ર ગામ તરફથી સતીમાં રતનમાંની ડેરીએ બાર કલાકની રામધુનનું આયોજન કરવામાં આવ્યું હતું. વરુણદેવને પ્રાર્થના કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details