રાજકોટ શહેરના લોકોને આવનારા નવા વર્ષે અનેક ગિફ્ટ મળવાની (Rajkot to get Ring road gift from RUDA) છે. તે અંતર્ગત શહેરની ફરતે રિંગરોડ 2 આકાર (Rajkot to get Ring road) પામી રહ્યો છે. તેના ફેઝ 3 અને ફેઝ 4 તૈયાર થઈ ગયા છે. નવા વર્ષમાં રિંગરોડના (Rajkot to get Ring road ) આ બંને તબક્કાની રાજકોટ જિલ્લાને ભેટ મળશે. જાન્યુઆરી 2023માં તેનું લોકાર્પણ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ (Rajkot Urban Development Authority) દ્વારા આ બંને રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે.
પાંચ હાઈલેવલ બ્રિજ સાથે આ રોડની કામગીરી પૂર્ણ કરાઈફેઝ 3માં ગોંડલ રોડથી સીધા ભાવનગર રોડને જોડતો 10.50 કિલોમીટરનો રોડ 35.93 કરોડ રૂપિયાના ખર્ચે બનાવાયો છે. કુલ 5 હાઈલેવલ બ્રિજ (High Level Bridge in Rajkot) સાથે આ રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે ફેઝ 4માં ભાવનગરથી અમદાવાદ રોડને (Bhavnagar to Ahmedabad Road) જોડતો 10.30 કિલોમીટરનો રોડ રૂ. 31.31 કરોડના ખર્ચે બન્યો છે. 2 હાઇલેવલ બ્રિજ (High Level Bridge in Rajkot) સાથે આ રોડની કામગીરી પૂર્ણ થયેલી છે.
RUDA કરી રહી છે કામગીરી આ અંગે RUDAના (Rajkot Urban Development Authority) નાયબ કાર્યપાલક ઈજનેર મુકેશ સોઢાએ જણાવ્યું હતું કે, RUDAના સી.ઈ.ઓ. રાજેશકુમાર ઠુંમરના નિરીક્ષણમાં આ બંને રોડની કામગીરી પૂર્ણ થયેલી છે. તેમ જ સંભવતઃ જાન્યુઆરી મહિનામાં તેનું લોકાર્પણ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ બંને રોડની સંયુક્ત લંબાઈ આશરે 21 કિલોમીટર જેટલી થાય છે.