રાજકોટ: ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીણાની સૂચના મુજબ રાજકોટ રૂરલ SOG પીઆઇ એ.આર. ગોહિલ, SOG સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પોલીસ હેડ.કોન્સ્ટેબલ જયવીરસિહ રાણા, ધર્મેન્દ્રભાઇ ચાવડા, રણજીતભાઇ ધાધલને સંયુક્ત ખાનગી બાતમી મળી કે, રહેમાનશા ઉર્ફે બાઠીયાબાપુ સ/ઓ મહમદ્દશા શાહમવદાર મોટરસાયકલવાળો ગાંજાનો જથ્થો લઇને વેચાણ કરવા પોસ્ટ ઓફિસ પાસે આવનાર છે.
રાજકોટ SOGએ ગોંડલમાંથી ગાંજાના મોટા જથ્થા સાથે એક શખ્સની કરી ધરપકડ - ગોંડલમાંથી ગાંજાના મોટા જથ્થો પકડાયો
રાજકોટ રૂરલ SOG પીઆઇ એ.આર. ગોહિલ, SOG સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન તેમણે મળેલી ખાનગી બાતમીના આધારે ગોંડલમાંથી ગાંજાના મોટા જથ્થા સાથે એક શખ્સને પકડી 76,000નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ગોંડલમાંથી ગાંજાના મોટા જથ્થા સાથે એક શખ્સને પકડી પાડતી રાજકોટ SOG
આ હકીકતના આધારે તે જગ્યાએ વોચમાં રહી રેડ કરતા માદક પદાર્થ ગાંજાનો જથ્થો 4 કિલો 100 ગ્રામ ઝડપાયો હતો. જેની કુલ કિમત 41,000 તથા મોટરસાયકલ, જેની 30,000 ગણી તથા મોબાઇલ ફોન નંગ-1 કિ.રૂ.5000 કુલ કિ.રૂ.76,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બાદમાં ગોંડલ સિટી પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.