ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot News : રાજકોટમાં સ્કૂલના પ્રથમ દિવસે ગૌમાતાની પૂજા સાથે વિદ્યાર્થીઓએ પ્રવેશ કર્યો - Students on first day in Rajkot

રાજકોટમાં વિદ્યાર્થીઓને અનોખી રીતે પ્રથમ દિવસે શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો છે. રાજકોટની કર્ણાવતી સ્કુલમાં પ્રથમ દિવસે ગૌ માતાની પૂજા સાથે વિદ્યાર્થીઓએ પ્રવેશ આપવામાં આવ્યો છે. આ સાથે સ્કુલ પ્રવેશને લઈને બાળકો ખુશ પણ જોવા મળતા હતા.

Rajkot News : રાજકોટમાં સ્કૂલના પ્રથમ દિવસે ગૌમાતાની પૂજા સાથે વિદ્યાર્થીઓએ પ્રવેશ કર્યો
Rajkot News : રાજકોટમાં સ્કૂલના પ્રથમ દિવસે ગૌમાતાની પૂજા સાથે વિદ્યાર્થીઓએ પ્રવેશ કર્યો

By

Published : Jun 5, 2023, 8:46 PM IST

રાજકોટમાં સ્કૂલના પ્રથમ દિવસે ગૌમાતાની પૂજા સાથે વિદ્યાર્થીઓએ પ્રવેશ કર્યો

રાજકોટ :રાજકોટ સહિત રાજ્યભરની શાળાઓમાં શૈક્ષણિક ક્ષેત્રનો આજથી પ્રારંભ થયો છે, ત્યારે રાજકોટમાં સરકારી ખાનગી અને ગ્રાન્ટેડ મળીને કુલ 3000થી વધુ શાળાઓ આવી છે. આ તમામ શાળાઓમાં આજથી બાળકોનું શૈક્ષણિક ક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું છે. એવામાં રાજકોટની રેલ નગર વિસ્તારમાં આવેલી કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓને અનોખી રીતે પ્રથમ દિવસે શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓએ ગૌ માતાની પૂજા કરીને આશીર્વાદ મેળવ્યા હતા અને ત્યારબાદ પોતાના નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં આજથી 5 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓએ પોતાનું નવું શૈક્ષણિક ક્ષેત્ર શરૂ કર્યું હતું.

આજે અમારી સ્કૂલનો પ્રથમ દિવસ હતો, ત્યારે વિદ્યાર્થીઓને સંસ્કાર આવે અને આપણી સંસ્કૃતિનું જતન થાય તેના માટે શાળા શરૂ થયાના પ્રથમ દિવસે જ સ્કૂલના વિદ્યાર્થીઓએ સરસ્વતી પૂજન અને ગૌ માતાનું પૂજન સાથે પોતાના અભ્યાસનો પ્રારંભ કર્યો છે. જ્યારે અમારી સ્કૂલમાં ગૌ માતા પૂજન એટલા માટે કરવામાં આવ્યું હતું કે ખરેખર હાલના જે બાળકો છે તેમને ગૌ માતા એટલે શું તેની કંઈ ખબર જ નથી. ત્યારે ગૌ માતાના દૂધમાંથી કેટલી બધી આયુર્વેદિક દવાઓ બને છે.આ સાથે ગૌમૂત્રમાંથી ઘણા બધા અસાધ્ય રોગ મટાડી શકાય છે. જ્યારે ગાય પર હાથ ફેરવવાના કારણે ચામડીના રોગ પણ મટી શકે છે. આ બાબતોનો ખ્યાલ બાળકોને આવે તે માટે અમે શાળાના પ્રથમ દિવસે જ ગૌ માતાના પૂજન સાથે શરૂઆત કરાવી છે. - અશોક પાંભર (કર્ણાવતી સ્કૂલના ટ્રસ્ટી)

વેકેશનમાં ખુબ મજા આવી :જ્યારે આ અંગે પંડ્યા રિશિત નામના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, આજે અમારી સ્કૂલમાં પ્રથમ દિવસ છે. જેના કારણે અમે સરસ્વતી માતા અને ગાય માતાનું પૂજન કરીને અમારા અભ્યાસક્રમની શરૂઆત કરી છે. તેમજ મે પ્રાર્થના કરી હતી કે અમને બધી જ પરીક્ષામાં સારા માર્ક આવે તેવી અમારી ઈચ્છા છે. જ્યારે અમને વેકેશનમાં બહુ મજા આવી અને સ્કૂલમાં ભણવામાં પણ બહુ મજા આવે છે. ઉલ્લેખનીય છે કે શાળાના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પોતાની શાળા ખાતે આવ્યા હતા અને અભ્યાસક્રમની નવા સત્રના અભ્યાસક્રમની શરૂઆત કરી હતી.

  1. Std 10 and 12 Low Result: ગુજરાત સરકાર કરશે ઓછું પરિણામ ધરાવતી શાળાનું નિરીક્ષણ, જાણો શું છે ઓછા પરિણામ આવવાના કારણો
  2. Bhavnagar Schools Admission : પહેલા ધોરણમાં સંખ્યા ઘટશે તો નવા નિયમ પર શિક્ષકોનો મદાર, ભાવનગરમાં શાળાઓ શરુ
  3. Surat News : સુરતમાં શિક્ષકોએ પોતાના વિદ્યાર્થીઓની ઝૂંપડીમાં સોલાર પેનલ લગાવી આપી

ABOUT THE AUTHOR

...view details