રાજકોટ :રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે પર અકસ્માત માટે કુખ્યાત બનેલા ગોંડલ માટે બે એમ્બ્યુલન્સોની લોકાર્પણ વિધિ ઉપલેટાના ગધેથડ ગાયત્રી આશ્રમ ખાતે યોજાઈ હતી. તાજેતરમાં જ ગોંડલના પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ ભાવુભાબાપુ જાડેજાના થયેલ નિધન બાદ તેમના પુત્ર અનિરૂધ્ધસિંહ જાડેજા દ્વારા પોતાના માતા-પિતાના સ્મરણાર્થે ગોંડલ સરકારી હોસ્પિટલ માટે બે એમ્બ્યુલન્સોની ફાળવણી કરવામાં આવી છે. રીબડાના જાડેજા પરિવાર દ્વારા આ પહેલા પણ ગોંડલ સરકારી હોસ્પિટલમાં લોકોને સુવિધા મળી રહે તે માટે મહિરાજ ચેરીટેબલ ટ્રસ્ટ-રીબડા મારફત એમ્બ્યુલન્સ ફાળવેલી હતી.
બે એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી : ગોંડલ સરકારી હોસ્પિટલમાં સેવાભાવી લોકોની માંગને ધ્યાનમાં લઈને રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજા દ્વારા તેમના માતા સ્વ. બારાજબા અને પિતા સ્વ. મહિપતસિંહજી ભાવુભા બાપુ જાડેજાના સ્મરણાર્થે બે એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી છે. તેમનો આ લોકાર્પણ કાર્યક્રમ ઉપલેટાના ગધેથડ ગાયત્રી આશ્રમ ખાતે યોજાયો હતો. અનિરુદ્ધસિંહ જાડેજાના ત્રણ પુત્રો શક્તિસિંહ, સત્યજીતસિંહ તેમજ રાજદીપસિંહ તેમજ ગોંડલના દરેક જ્ઞાતિના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા.
આ પણ વાંચો :Surat News : એમ્બ્યુલન્સની અડફેટે યુવક ફિલ્મી સ્ટાઈલમાં હવામાં ફંગોળ્યા બાદ મૃત્યુ, જૂઓ વિડીયો