જેની પાસેથી પોલીસે રોકડ રકમ, મોબાઈલ ફોન સહિતનો કુલ 28 હજાર કરતા વધારેનો મુદામાલ કબ્જે કર્યો હતો.હાલ IPL -ટી-20 મેચ રમાઈ રહી છે. ત્યારે એકતરફ દેશમાં ચૂંટણીનો માહોલ છે. જ્યારે બીજી તરફ ક્રિકેટ પ્રેમીઓ પણ મેચ નિહાળવામાં મસ્ત છે, ત્યારે રાજકોટના લાખના બંગલા વિસ્તારમાંથી પોલીસે 2 ઇસમોની ધરપકડ કરી હતી.
IPL પર સટ્ટો રમતા 2 ઇસમને રાજકોટ પોલીસે ઝડપ્યા
રાજકોટઃ હાલ IPL ની સિઝન ચાલી રહી છે. ત્યારે 2 ઈસમો IPL ટી-20 મેચ પર સટ્ટો રમતા હોવાની બાતમીના આધારે પોલીસે ઝડપી પાડયા હતા. મિત ચંદ્રેશભાઈ કોટક અને ધર્મેશ વિનોદભાઈ રાઠોડ નામના બન્ને ઇસમોની રાજકોટની ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી હતી.
સ્પોટ ફોટો
પોલીસને બાતમી મળી હતી કે આ બન્ને ઈસમો સનરાઈઝ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઇ રહેલી ટી-20 મેચ પર મોબાઈલ મારફતે સટ્ટો રમી રહ્યા હતા.જેને રાજકોટની ગાંધીગ્રામ પોલીસે ઝડપી પાડી ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.