ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ ગ્રામ્ય પોલીસે રેડ દરમિયાન ઝડપ્યો દેશી દારુ

રાજકોટ: જિલ્લામાં LCB ડ્રાઈવ દરમિયાન જેતપુર સીટી વડલી ચોકમાં રહેતા પરેશ વાઘેલાના કેનાલ કાઠે આવેલ મકાને રેડ કરતા દેશીદારૂ લીટર 230 કિ.રૂ.4600/- નો રેડ દરમિયાન મળી આવ્યો હતો. પરંતુ આરોપી હાજર નહિ મળી આવતા મજકુર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી જે.સી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

Rajkot

By

Published : Jul 29, 2019, 10:51 AM IST

પોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચના અન્વયે LCB પો. ઇન્સ એમ.એન.રાણાના માર્ગદર્શન હેઠળ LCB આર.આરના પો.સબ ઈન્સ. એચ.એ.જાડેજા તથા પો. હેડ. કોન્સ. રમેશભાઇ બોદર,અનીલભાઇ ગુજરાતી તથા પો.કોન્સ.દિવ્યેશભાઇ સુવા તથા મેહુલભાઇ બારોટ તથા ભીખુભાઇ ગોહેલ વિગેરે સ્ટાફે પ્રોહી. ડ્રાઈવ દરમિયાન રેઈડ પાડી હતી.

જેતપુર સીટી વડલી ચોકમાં રહેતા પરેશ વાઘેલા પોતાના કબજા ભોગવટાના જેતપુર નવાગઢ કેનાલ કાઠે આવેલ મકાને LCB પોલીસ રેડ કરતા દેશીદારૂ લીટર 230 કિ.રૂ.4600/- મળી આવેલ. LCB રેઇડ દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી જે.સી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે.

ABOUT THE AUTHOR

...view details