રાજકોટમાં અભ્યાસ માટે આવેલા મૂળ અમરેલી જિલ્લાના શ્યામ મોર નામના વિદ્યાર્થીને 2 અજાણ્યા ઈસમોએ છરી બતાવીને સોનાની વીંટી અને રોકડ રૂપિયા એમ કુલ 20,000 જેટલા મુદામાલની લૂંટ ચલાવી હતી. આવી જ રીતે પ્રિન્સ સેખલીયા નામના વિદ્યાર્થીને પણ અજાણ્યા ઈસમોએ છરી બતાવીને ધાકધમકી આપીને તેણે પહેરેલા સોનાની લકી તેમજ 2 વીંટી સહિત રોકડ રૂપિયા મળીને કુલ 1 લાખ જેટલી વસ્તુઓની લૂંટ ચલાવી હતી.
રાજકોટમાં છરીની અણીએ લૂંટતા ઈસમો ઝડપાયા - Gujarati news
રાજકોટઃ શહેરમાં અભ્યાસ માટે હોસ્ટેલમાં રહેતા મૂળ અમરેલી જિલ્લાના વતની વિદ્યાર્થીને 2 અજાણ્યા ઈસમો દ્વારા છરીની અણીએ ધાક ધમકી આપી લૂંટી લેવાયો હતો.
બંને ફરિયાદના આધારે રાજકોટ તાલુકા પોલીસે 4 જેટલા ઇસમોને ઝડપી પાડ્યા હતા. આવી રીતે રાજકોટના હરિદ્વાર હાઇટ્સમાં રહેતા 1 વિદ્યાર્થીને પણ અજાણ્યા શખ્સોએ છરી બતાવીને ધાકધમકી આપી લૂંટ ચલાવી હતી. જે અંગેની ફરિયાદ નોંધતા રાજકોટની તાલુકા પોલીસે 4 ઇસમોને ઝડપી પાડ્યા હતા. જેમાં ધ્રુવરાજસિંહ ગોહિલ, સુનિલ રાઠોડ, અભય સિંધપુરા અને રાજદીપ ડાંગર નામના ઇસમોને પોલીસે તપાસ દરમિયાન ઝડપી પાડ્યા હતા. આ ઇસમોમાંથી રાજદીપ નામના ઇસમની પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જેમાં વધુ કેટલાક ગુનાઓ વિશેની માહિતી મળી શકે તેવી શકયતાઓ છે.