રાજકોટ : ગ્રામ્ય SP બલરામ મીણા, SOG PI એ. આર. ગોહીલ, PSI એચ. ડી. હિંગરોજા તથા ASI ઉપેન્દ્રસિહ જાડેજા, પરવેઝભાઇ સમા, જયવિરસિંહ રાણા, ધર્મેન્દ્રભાઇ ચાવડા, હિતેષભાઇ અગ્રાવત, અમીતભાઇ કનેરીયા, સંજયભાઇ નિરંજની, રણજીતભાઇ ધાધલ, વિજયગીરી ગોસ્વામી, ડ્રાઇવર ASI અમુભાઇ વિરડા તથા સાહીલભાઇ ખોખરના સ્ટાફ સાથે પેટ્રોલીંગ દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ જયવિરસિહ રાણા, ધર્મેન્દ્રભાઇ ચાવડા, હિતેષભાઇ અગ્રાવત, રણજીતભાઇ ધાંધલને બાતમી મળી હતી કે, ગોંડલ તાલુકાના બિલિયાળા ગામના પાટીયા પાસે આવેલા પરીન ફર્નિચરના કારખાનામાં રહેતો રાજીવકુમારસિંહ ભૂમિહાર બિહાર વાળો પોતાના વતનમાંથી પરત આવ્યો છે અને તે વેચાણ કરવા માટે ગાંજાનો જથ્થો પણ લાવ્યો છે.
રાજકોટ : બિલિયાળા ગામ પાસેથી ગાંજાના જથ્થા સાથે ઇસમ ઝડપાયો - gondal
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આવેલા બિલિયાળા ગામના પાટિયા પાસેથી પરીન ફર્નિચરના કારખાનાની ઓરડીમાંથી ગાંજાનો મોટો જથ્થો ઝડપાયો હતો. જેમાં રાજકોટ SOG બ્રાંચે એક આરોપી ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
બિલિયાળા ગામ
મળેલી બાતમીને આધારે પોલીસે રેડ કરતા ગાંજાનો જથ્થો 1 કિલો 950 ગ્રામ જેની કુલ કિંમત રૂપિયા 19,500/- એક થેલો કિંમત રૂપિયા 200 અને મોબાઇલ ફોન નંગ-1 કિંમત રૂપિયા 500 કુલ મળી કિમત રૂપિયા 20,200નો મુદ્દામાલ કબ્જે કરી ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ મુજબ ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.